ગુજરાત સહિતના રાજ્યોમાં હતું સિરાજુદ્દીનનું જાસૂસી નેટવર્ક

આ એજન્ટોની મદદથી તે આર્મીની ગુપ્ત માહિતી એકઠી કરતો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇને મોકલતો હતો. ક્રાઇમબ્રાંચના સૂત્રોનું કહેવું છે કરાચી સ્થિત આઇએસઆઇને ભારતીય સેનાની ગુપ્ત માહિતી આપનાર એજન્ટ સિરાજુદ્દીન અને તેના સાથી સાકીર મહંમદઅબ્દુલકરીમ શેખની સઘન પૂછરપરછ કરવામાં આવી છે. જેમાં સિરાજુદ્દીન અનેક રાજ્યોના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે મેળવેલી કોલ ડિટેલ્સથી જાણવા મળ્યું છે કે, અન્ય રાજ્યોના એજન્ટો સાથે તે સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. જો કે, અન્ય સાહિર નામનો યુવાન પણ સિરાજુદ્દીન માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા સાહિરની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
