તિસ્તા સેતલવાડ કેસમાં SIT રિપોર્ટમાં મોટા ખુલાસા, સરકાર સામે ખોટા સાક્ષી ઉભા કર્યાનો ઉલ્લેખ
તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આરબી શ્રીકુમાર પર ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણ કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાનો આરોપ છે. આ બન્ને આરોપીઓની જૂન મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. જે બા
તિસ્તા સેતલવાડ અને પૂર્વ DGP આરબી શ્રીકુમાર પર ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણ કેસમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાનો આરોપ છે. આ બન્ને આરોપીઓની જૂન મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હાલ તેઓને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ રાખવામાં આવ્યા છે.

તિસ્તા સેતલવાડ સામેની ચાર્જશીટમાં એસઆઇટીએ મોટી રજુઆત કરી છે. જેમાં સરકાર સામે ખોટા સાક્ષીઓ ઉભા કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ સાક્ષીઓને ડરાવી ધમકાવી ખોટી કાલ્પનિક વાતો કરી તિસ્તાએ સાક્ષી ઉભા કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શ્રી કુમારએ સાક્ષીઓને ધમકાવ્યા હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે. તથા શાહપુરમાં આ સમગ્ર ષડ્યંત્ર થયું હતું. તેમજ શાહપુર વિસતારમાં સાક્ષીઓને ડરવામાં આવ્યા હતા. તથા સંજીવ ભટ્ટ અને શ્રીકુમાર સાક્ષીઓને જબરદસતી જુબાની માટે તૈયાર કર્યા હતા. તેમજ તત્કાલીન સીએમને કડક સજા કરાવવા રાજકીય ષડ્યંત્ર હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે. તથા શ્રીકુમારે સાક્ષીઓને કહ્યું તું આંતકવાદીઓનો ટાર્ગેટ રહીશ જો જુબાની નહીં આપું તો. તેમજ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં ન્યાય નહીં મળે તેવી ભ્રામક વાતો કરી હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાત રમખાણ કેસમાં તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વિરૂદ્ધ હાલ SITની તપાસ ચાલી રહી છે. તેવામાં આજરોજ SIT દ્વારા ત્રણેય વિરુદ્ધ 100 કરતા વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. SIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 30થી વધુ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાનો સમાવેશ કરાયું છે. સરકારી પુરાવા સાથે છેડછાડ કરવા બાબતે ત્રણેય વિરુદ્ધ કેસ નોંધાયો છે. આથી હવે આ ત્રણેય વિરુધ્ધ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
