ચૂંટણી લઈને તંત્ર એક્શનમાં, અત્યારસુધીમાં 54373 હથિયારો જમા લેવાયા.

ગુજરાત વિધાનસભાનું મતદાન 01 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવા જઈ રહ્યું છે ત્યારે આદર્શ આચાર સંહિતાને લઈને તંત્ર એક્શનમાં છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું મતદાન 01 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવા જઈ રહ્યું છે ત્યારે આદર્શ આચાર સંહિતાને લઈને તંત્ર એક્શનમાં છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત કાર્યવાહી કરી રહ્યું છે.

election

ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૮/૧૧/૨૦૨૨સુધી કુલ૨૧,૭૦૪ કેસો કરવામાં આવેલ છે, જેમાં ૧૭,૭૮૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં ૧૭,૮૮,૦૭૦ નો દેશી દારૂ ૯,૦૪,૪૮.૦૫૩ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા ૧૩,૪૪,૯૮,૩૦૪ ની અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા ૨૨,૬૭,૩૪,૪૨૭/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

રાજ્યમાંCriminal Procedure Code, 1973હેઠળ ૧,૮૬,૮૫૦ કેસો,Gujarat Prohibition Act, 1949હેઠળ ૧૮,૭૬૩ કેસો,Gujarat Police Act, 1951હેઠળ ૬૧કેસો તથાPASA Act, 1985હેઠળ ૧૭૮ કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ૨,૦૫,૮૫૨અટકાયતી પગલાંઅંગેની કામગીરી કરવામાં આવેલ છે.

રાજ્યમાં કુલ ૫૫,૬૪૦પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી ૫૪,૩૭૩ (૯૭.૭%)હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. રાજ્યમાંThe Arms Act, 1959 હેઠળ ૫૧ગેરકાયદેસર હથિયાર તથા ૨૭૪ ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.

રાજ્યમાં NDPS Act-1985 હેઠળ કુલ ૨૯ કેસો નોંધી ૬૧,૫૭,૦૫,૧૮૪ નો ૮૧૭.૯૬૭૯ કિગ્રાનો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.

રાજ્યમાં હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ, ૫૪૬ Static Surveillance Teams તથા ૫૪૬ Flying Squads કાર્યરત છે. Static Surveillance Teams દ્વારા 55,470 નો IMFL,78,00,000 ના ઘરેણાં તથા 10,64,700 ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ 89,20,170 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Flying Squads દ્વારા 1,450નો IMFL,48,34,440 રોકડ રૂપિયા (Cash) તથા 7,58,000/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 55,93,890/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. Local Police દ્વારા 2,02,42,940/- રોકડ રૂપિયા (Cash), 2,30,23,565 ના ઘરેણાં,61,57,05,184 ના NDPS પદાર્થો તથા 47,70,424 ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 66,37,42,113/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X