નવા ધર્માંતરણ વિરોધી કાયદાને હાઇકોર્ટમાં પડકારાયો, આ જોગવાઇ સામે ઉઠાવ્યો વાંધો
ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (સુધારો) અધિનિયમ 2021ને 22 મે ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હઠળ દોષીને વર્ષની જેલ અને 2 લાખ રુપિયાના દંડ સુધીની જોગવાઇ છે.
ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (સુધારો) અધિનિયમ 2021ને 22 મે ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હઠળ દોષીને વર્ષની જેલ અને 2 લાખ રુપિયાના દંડ સુધીની જોગવાઇ છે.

ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદા (Gujarat religious conversion law)ની અમુક જોગવાઇઓને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. નવા કાયદા હેઠળ લગ્ન મારફતે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવા પર સજાની જોગવાઇ છે. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આ મામલે સોમવારના રોજ એક ખંડપીઠ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યમાં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (સુધારો) અધિનિયમ 2021નો અમલ 1 જૂનના રોજ કરવામાં આવ્યો હતો. આ મામલે તાત્કાલિક સુનાવણી માટે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ વિક્રમનાથ અને ન્યાયમુર્તિ વિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આ કાયદાને માન્યતા આપતા જણાવવામાં આવ્યું હતું કે, આ કાયદાને 2 કે 3 દિવસમાં સુચિબદ્ધ કરવામાં આવશે. જ્યારે અધિનિયમની જોગવાઇને પડકારતી અરજી કરનારના વકીલ એમટીએમ હકિમે આ વિશે જાણકારી આપવાનું ટાળ્યું હતું.
આ કાયદાને 22 મે ના રોજ મળી હતી મંજૂરી
ગુજરાત સરકારે બજેટ સત્ર દરમિયાન ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા(સુધારા) અધિનિયમ રજૂ કર્યો હતો. જેને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 22 મે ના રોજ આ કાયદાને માન્યતા આપી હતી. આ કાયદોનો અમલ 1 જૂનથી કરવામાં આવ્યો હતો. જે બાદ આ કાયદા હેઠળ ઘણી ફરિયાદો નોંધાઇ ચૂકી છે. પોલીસ સ્ટેશનની વિગતો મુજબ આ અધિનિયમ હેઠળ પ્રથમ કેસ વડોદરા શહેરમાં સમીર કુરેશી(26) નામના વ્યક્તિ સામે નોંધાયો હતો. જેને ઇસાઇઇ બનીને વર્ષ 2019માં સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય ધર્મની યુવતીને કથિત રૂપે લાલચ આપી હતી.
5 વર્ષની જેલ અને 2 લાખ રુપિયા સુધીના દંડની જોગવાઇ
આ અધિનિયમમાં લગ્નના માધ્યમથી બળજબરી અને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવવા બદલ 3થી 5 વર્ષની જેલ અને 2 લાખ રુપિયા સુધીના દંડની જોગવાઇ છે. જો પીડિત સગીર, મહિલા, દલિત અને આદિવાસી હોય તો સજા 4થી 7 વર્ષ જેલ અને 3 લાખથી વધુના દંડની જોગવાઇ છે.












Click it and Unblock the Notifications
