Gujarat Assembly Election 2022 : રવિ કિશને ગાયું ગીત, ચૂંટણી પ્રચારમાં ગુંજશે ગુજરાતી-ભોજપુરી રેપ
Gujarat Assembly Election 2022 : રવિ કિશન ભોજપુરી, હિન્દી અને સાઉથ ફિલ્મોના જાણિતા અભિનેતા છે. આ ઉપરાંત રવિ કિશન રાજનીતિમાં પણ ઘણા સક્રિય છે. તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ છે.
Gujarat Assembly Election 2022 : રવિ કિશન ભોજપુરી, હિન્દી અને સાઉથ ફિલ્મોના જાણિતા અભિનેતા છે. આ ઉપરાંત રવિ કિશન રાજનીતિમાં પણ ઘણા સક્રિય છે. તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ છે અને પહેલી વાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે ગીત ગાયું છે. આ ગીત ગુજરાતી-ભોજપુરી મીક્સ રેપ છે. થોડા સમય પહેલા આ ભોજપુરી ગીતનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું. હવો આ ગીત રીલિઝ થઇ ચુક્યું છે, જે હાલ વાયરલ થઇ રહ્યું છે.

રવિ કિશન પહેલા પણ ઘણી વખત ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ગીતો ગાયા છે. તેમનું આ ગુજરાતી-ભોજપુરી ગીત આજે રિલીઝ થશે. આ ગીતના પોસ્ટરની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગીતના પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, વડાપ્રધાન મોદી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર પણ દેખાઈ રહી છે. ચાહકો તેના પોસ્ટરને ખૂબ પસંદ કરી રહ્યા છે, આશા છે કે, લોકોને પણ ગીત ગમશે.
આ ગીતનું નામ છે ભૈયા હો ગુજરાત મા મોદી ચાય. આ ગીત દ્વારા રવિ કિશને વડાપ્રધાન મોદીની ઈમાનદારી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમની નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતના વિકાસ, સોમનાથ દ્વારકા, સરદાર પટેલનો વારસો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતના શબ્દો મૃત્યુંજયે લખ્યા છે. ગીતનું સંગીત મુન્ના મિશ્રાએ આપ્યું છે.
અત્રે નોંધનીય છે કે, આ પહેલા પણ રવિ કિશને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ભોજપુરી ગીત યુપી મેં કાબા ગાયું છે. આ ગીત યુપી અને બિહારના લોકોના હોઠે ચડી ગયું હતું. આવી સ્થિતિમાં નિર્માતાઓને આશા છે કે, આ ગીત પણ તે જ રીતે પ્રખ્યાત થશે.












Click it and Unblock the Notifications
