સોનિયા ગાંધીની વિદેશ યાત્રાના મુદ્દે વડાપ્રધાન દેશને ગુમરાહ કરે છે: નરેન્દ્ર મોદી

manmohan singh,narendra modi
જામનગર, 6 ઑક્ટોબર: જામનગરમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા અંતર્ગત યોજાયેલી જનસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિદેશ યાત્રાના મુદ્દે વડાપ્રધાન પર નિશાન તાક્યું હતું. નરેન્દ્ર મોદીએ ભારતીય દૂતાવાસો પાસેથી મળેલા આરટીઆઇના જવાબોનો સંદર્ભ ટાંકતાં કહ્યું હતું કે મનમોહન સિંહ સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસના મુદ્દે દેશને ગુમરાહ કરી રહ્યાં છે.

આરટીઆઇના જવાબોને વાંચતાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીએ વર્ષ 2007 અને 2011માં બે વાર લંડનની યાત્રા કરી હતી જેમાં ક્રમશ 2.82 લાખ અને 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમને ચીનનો બે વાર પ્રવાસ કર્યો હતો જેમાં 14 અને 12 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમને સોનિયા ગાંધી દ્રારા કરવામાં આવેલા વિદેશ પ્રવાસ અને ખર્ચ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન દેશને ગુમરાહ કરી રહ્યાં છે. હું એક સામાન્ય માણસ તરીકે હું વડાપ્રધાનને પાક સાબિત થવા માટે કહું છું. વિદેશમાં વિભિન્ન ભારતીય દૂતાવાસો પાસેથી મળેલા આરટીઆઇ જવાબોમાં કહેવામાં આવ્યું છે સોનિયાજીના વિદેશ પ્રવાસ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યાં છે.

મોદીના તાજા આરોપો એવા સમયે સામે આવ્યાં છે કે જ્યારે વડાપ્રધાન કાર્યાલય દ્રારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન કહેવામાં આવ્યું છે કે યૂપીએ અધ્યક્ષની વિદેશ યાત્રા કે તેમની સારવાર પાછળ કોઇ ખર્ચ કરવામાં આવ્યો નથી અને નરેન્દ્ર મોદીના દાવાને બરતરફ કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદીએ જામનગરમાં એક રેલીને સંબોધતા કરતાં કહ્યું હતું કે હિસારના રમેશ શર્માને કેટલીક સૂચનાઓ ભારતીય દૂતાવાસ પાસેથી મળી હતી. મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાને તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની વિદેશ યાત્રા પર ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X