ગાંધી જયંતીએ સોનિયા ગાંધી રાજકોટમાં જાહેરસભા સંબોધશે

સોનિયા ગાંધી દ્રારા ગુજરાતનો પ્રવાસ નક્કી કરવામાં આવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા રાજકોટ દોડી આવ્યાં હતા અને તાતત્કાલિક ધોરણે કોંગ્રેસ કાર્યકર્તાઓની મિટીંગ બોલાવી હતી. સોનિયા ગાંધીની જાહેરસભામાં બહોળી સંખ્યામાં લોકો હાજરી આપે તે અંગે આયોજનની ચર્ચા કરી હતી. અને આગેવાનોને મોટી સંખ્યામાં લોકો એકઠા કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. આ જાહેરસભામાં મોટી સંખ્યામાં યુવાનો હાજરી આપે તેવા પ્રયાસો આદરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
