પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા ગુજરાતની મુલાકાત લે એવી શક્યતા
સોનિયા ગાંધી લઇ શકે છે ગુજરાતની મુલાકાત ખાસ કરીને આદિવાસી વિસ્તારની મુલાકાત લે એવી શક્યતા આ અંગે વધુ વાંચો અહીં...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણી દરમિયાન અનેકવાર રાજ્યની મુલાકાત લઇ ચૂક્યા છે અને હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ ગુજરાતની મુલાકાત લે એવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં વેગ પકડી રહી છે, તે જોતા સોનિયા ગાંધી ગુજરાત મુલાકાત કરશે અને તેઓ ખાસ કરીને આદિવાસી પટ્ટાની મુલાકાત લેશે.

પ્રાથમિક માહિતી અનુસાર, સોનિયા ગાંધી પંચમહલ, ગોધરા, તેમજ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાની મુલાકાત લે તેવી શક્યતા છે. જો આમ થશે તો સોનિયા ગાંધીનો આ સૌ પ્રથમ ગુજરાતનો ચૂંટણી પ્રવાસ હશે. ખાસ કરીને ભાજપ કોંગ્રેસની જ્યાં 'કાંટે કી ટક્કર' જેવો માહોલ હશે ત્યાં સોનિયા ગાંધીની સભા થાય તેવું આયોજન કોંગ્રેસ વિચારી રહી છે. જો કે, આ સમગ્ર આયોજન સોનિયા ગાંધીના શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
