For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત આફુસ કેરીનું ઉત્પાદન આ વર્ષે ઘટે તેવી વકી

આ વખતે કેરીના રસિકો માટે એક પછી એક માઠા સમચાર આવી રહ્યા છે પહેલા કેસર કેરીનું ઉત્પાદન ઓછુ થવાના અહેવાલ.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

આ વખતે કેરીના રસિકો માટે એક પછી એક માઠા સમચાર આવી રહ્યા છે પહેલા કેસર કેરીનું ઉત્પાદન ઓછુ થવાના અહેવાલ મળ્યા બાદ હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત આફુસ કેરીનું ઉત્પાદન પણ ઓછું રહેશે. અ કેરીના રસિયાઓને ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે કેરીનો સ્વાદ ઓછો ચાખવા મળશે. બાગાયતી પાકોનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં ફળોનો રાજા કેરી મબલખ પ્રમાણમાં થાય છે. ગતવર્ષોની સરખામણીએ ચાલુ-વર્ષે 25 ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો નોધાય તેવો અંદાજ છે.

mango

દક્ષિણ ગુજરાતની કેસર, અને ખાસ કરીને વલસાડની હાફૂસ, તથા લંગડો કેરી વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. જોકે આ વખતે પહેલી ફાલનો પાક તો ખરી ગયો છે અને જે બાકી છે એ કેરીનું ફળ તૈયાર થતા મે-મહિનો લાગશે જેના કારણે કેરી ઓછી મળશે અને ચોમાસાની શરૂઆત થતા કેરીમાં જંતુ આવી જવાની પણ ભીતી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં કુલ 93,437 હેક્ટરમાં કેરીનું ઉત્પાદન થાય છે જેમાં નવસારી જીલ્લામાં 32 હજારથી વધુ અને વલસાડ જીલ્લામાં 34 હજારથી વધુ હેક્ટરમાં કેરીનો પાક લેવામાં આવે છે. હેક્ટર દીઠ 9.7 ટન ઉત્પાદન અને સમગ્ર દક્ષિણ ગુજરાતની એવરેજ 8.7 મેટ્રિક ટન ઉત્પાદનમાં ચાલુ વર્ષે ઘટાડો નોંધાતા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પણ ચિંતિંત થયા છે.

નોંધનીય છેકે ખેતીવાડી ક્ષેત્રે સૌથી વધુ પ્રયોગો દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવે છે અને અહીં કેરીનો મબલખ પાક થાય છે તો કેટલોક પાક ચોમાસામાં પણ ઉતરે છે પરંતુ આ વખતે ખેડૂતો જણાવી રહ્યા છે કે હજુ મોટા ભાગે માર્કેટયાર્ડમાં કેરી મોકલી શકાય તેવો પાક થયો નથી. અને કેરીનું ફળ નાનું છે જે મ્હોર પહેલા બેઠા હતા તે ખરાબ વાતાવરણને પગલે ખરી ગયા હતા. આથી કેરી માટે મે મહિનાના મધ્યાન્તર સુધી રાહ જોવી પડશે. અન કેરીની ખેતી કરનાર ખેડૂતોને પણ નુકસાન થાય તેવી શક્યતા છે.

English summary
South Gujarat famous mango production is expected to fall this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X