ચૂંટણીને લઈને ઈલેક્શન કમિશન દ્વારા વિશેષ વ્યવસ્થા, દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે વિશેષ સુવિધા ઉભી કરાશે.

ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુલભતા અંગે ચોક્કસ નિર્દેશો જારી કર્યા છે.

ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુલભતા અંગે ચોક્કસ નિર્દેશો જારી કર્યા છે. જેમાં મતદાનના દિવસે આવા મતદારોને મતદાન મથક ઉપર રેમ્પ, પીવાનું પાણી, મતદાનમાં પ્રાથમિકતા, મતદાન મથક પર સહાયક, મતદાન મથક સુધી આવવા-જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટ મારફત ઘરે બેઠા મતદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વર્ગના મતદારો પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ વયના મતદારોને મતદાનની પ્રક્રિયામાં કોઇ અડચણ ન આવે અને તેઓને તમામ સુવિધાઓ/સહાય સુનિશ્ચિત કરવાના હેતુથી special observer ની નિમણૂંક કરવામાં આવી છે.

Special facilities

રાજ્ય કક્ષાના નોડલ અધિકારીની નિયુક્તિ

રાજ્ય કક્ષાના નોડલ અધિકારીની નિયુક્તિ

શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક જિલ્લા માટે Accessible Observers ની નિમણુંક કરવામાં આવી છે. જે મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરશે. આ તમામ કામગીરીના સંકલન અને દેખરેખ માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા નિયામક, સમાજ સુરક્ષાને રાજ્ય કક્ષાના નોડલ અધિકારી જાહેર કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ પણ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે, સ્થળાંતર કરતા શ્રમિકો માટે મતદાનના દિવસે સુવિધા મળી રહે તે હેતુથી નોડલ અધિકારીશ્રીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયા

સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયા

શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદારોની સહાયતા માટે મતદાનના દિવસે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં સાંકેતિક ભાષાના જાણકાર સહાયકની નિયુક્તી કરાશે.

દ્રષ્ટિહિન મતદારોને સિધો પ્રવેશ

દ્રષ્ટિહિન મતદારોને સિધો પ્રવેશ

આ સાથે દ્રષ્ટિહિન મતદારોને લાઈનમાં ઊભા રહ્યા વિના મતદાન મથકોમાં પ્રવેશ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણી સંચાલન નિયમો-1961ના નિયમ 49-Nની જોગવાઇઓ મુજબ દ્રષ્ટિહીન મતદાર સાથે એક સાથીદારને જવાની પરવાનગી આપવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારોની સુગમતા માટે EVM ના બેલેટ યુનિટ પર બ્રેઇલ ચિહ્ન તથા દરેક મતદાન મથક ઉપર બ્રેઇલ લીપિમાં બેલેટ પેપર ઉપલબ્ધ હોય છે, તેથી મતદાનમાં સરળતા રહેશે. આ મતદારોને બ્રેઇલમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર માહિતી કાપલી તૈયાર કરી પહોંચાડવામાં આવશે.

પોસ્ટલ બેલેટ

પોસ્ટલ બેલેટ

વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 શંકાસ્પદ અથવા પ્રભાવિત કક્ષામાં સમાવેશ મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન માટે ફોર્મ 12-ડી વિતરણ કરવામાં આવે છે. જેમાં કુલ નોંધાયેલા મતદારો 12,26,911 પૈકી 8,60,262ને ફોર્મ-12 ડી વિતરણ કરાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X