For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગ : ગુજરાત પોલીસ બૂકીઓ અને બૂટલેગર્સની યાદી બનાવશે

|
Google Oneindia Gujarati News

gujarat-police
અમદાવાદ, 29 મે : આઈપીએલ સ્‍પોટ ફિક્‍સિંગના મામલામાં ઊંડી તપાસનો દોર ચાલી રહ્યો છે ત્‍યારે ગુજરાતના ગૃહવિભાગે પણ ગેરકાયદે પ્રવળત્તિમાં સંડોવાયેલા લોકો ઉપર સંકંજો મજબૂત કરવાના આદેશો જારી કરી દીધા છે. આઈપીએલ સિઝન દરમિયાન ઘણા બુકીઓની દિલ્‍હી અને મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન બુકીઓએ ગુજરાત કનેક્‍શનની વાત કરી હતી.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઇને ગુજરાત પોલીસ કવાયત હાથ ધરવાની છે. પરિણામ સ્‍વરૂપે હવે પોલીસે બુકીઓ અને બુટલેગરો તથા સટોડીયાઓ ઉપર નજર કેન્‍દ્રીત કરી દીધી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે બુટલેગરો, સટોડીયાઓ, બુકીઓની યાદી તૈયાર કરવા ગુજરાતના તમામ પોલીસ સ્‍ટેશનોને સૂચના આપવામાં આવી છે.

ગૃહ વિભાગે ખાસ કરીને ભૂતકાળમાં પણ ઝડપાઈ ગયેલા આવા લોકોની યાદી તૈયાર કરવાની સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી છે. દિલ્‍હી અને મુંબઈમાં દરોડા પાડવામાં આવ્‍યા બાદ ધણા સટોડીયા ઝડપાયા હતા અને આ લોકોએ ગુજરાત કનેક્‍શનની વાત કરી હતી જેના પરિણામ સ્‍વરૂપે હવે ગુજરાત કનેક્‍શનમાં પણ તપાસ ચાલી રહી છે. ઘણી નાણાંકીય લેવડ દેવડ પણ શંકાસ્‍પદ રીતે થાય છે. પોલીસ હવે તાજેતરમાં પૂર્ણ થયેલી આઈપીએલની મેચો દરમિયાન મળેલા કોલ અને કરવામાં આવેલા કોલની યાદી તૈયાર કરી રહી છે. બુકીઓ અને આંગણિયાઓની શોધખોળ પણ ચાલી રહી છે. તાજેતરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવ્‍યા બાદ જે આંગણિયાઓ અંડર ગ્રાઉન્‍ડ થઈ ગયા હતા તેમના ઉપર વધારે નજર રાખવામાં આવી રહી છે. પોલીસ હિસ્‍ટ્રી સિટરો સામે કઠોર પગલા લેશે. સમાજ વિરોધી પ્રવળત્તિ હેઠળના જુદા જુદા કાયદાઓ સામે પગલાં લેવાશે.

English summary
Spot Fixing : Gujarat Police will prepared list of Bookies and Bootlegger to fight with fixing connections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X