ગુજરાતમાં આજથી 50 % ક્ષમતા સાથે શાળા કોલેજો શરૂ

આજથી ગુજરાતમાં શાળા-કોલેજો ફરી શરૂ કરવામાં આવી છે. જો કે, શાળાઓ ફક્ત 12 મા ધોરણ માટે જ શરૂ કરાઈ છે.

કોરોનાની બીજી લહેર થમતા હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય થઈ રહ્યુ છે. ઘણાં રાજ્યોમાં લોકડાઉન પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનું શરૂઆત થઈ છે. લાંબા સમય બાદ હવે શાળા કોલેજો શરૂ કરાઈ રહી છે. આજથી ગુજરાતમાં શાળા-કોલેજો ફરી શરૂ કરવામાં આવી છે. જો કે, શાળાઓ ફક્ત 12 મા ધોરણ માટે જ શરૂ કરાઈ છે.

Recommended Video

ગુજરાત : આજથી શાળા-કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ
50 ટકા ક્ષમતા સાથે 12 માં ધોરણના ક્લાસ શરૂ કરાયા

50 ટકા ક્ષમતા સાથે 12 માં ધોરણના ક્લાસ શરૂ કરાયા

આજથી ગુજરાતમાં 12 મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે કોલેજો અને તકનીકી સંસ્થાઓ પણ ખોલવામાં આવી છે. ગુજરાતમાં કોવિડના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ જોતા, ગુજરાતમાં 50 ટકાની ક્ષમતા સાથે કોલેજો અને તકનીકી સંસ્થાઓ ઉપરાંત ધોરણ 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટેે શાળામાં હાજરી અનિવાર્ય નહીં

વિદ્યાર્થીઓ માટેે શાળામાં હાજરી અનિવાર્ય નહીં

શાળાઓ ભલે 12 મા ધોરણ માટે ખોલવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓની વર્ગમાં હાજરી ફરજીયાત નથી. જો વિદ્યાર્થીઓને રૂબરૂ હાજર રહેવાનું કહેવામાં આવે તો શાળાઓ અને કોલેજોના અધિકારીઓએ વાલીઓની સંમતિ લેવી પડશે.ગુજરાતમાં 8333 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ 12માં 6.82 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજ્યમાં 2 હજારથી થી વધુ કોલેજો અને તકનીકી સંસ્થાઓમાં 11 લાખથી વધુ સ્નાતક અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ રાજ્યોમાં પણ શાળાઓ શરૂ કરાઈ

આ રાજ્યોમાં પણ શાળાઓ શરૂ કરાઈ

ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ શાળાઓ ખોલવાની તૈયારી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં આજથી ધોરણ 8 થી ધોરણ 12 સુધીના શાળાઓ ખોલી દેવાઈ છે. એવા જ વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં આવી છે જ્યાં છેલ્લા એક મહિનાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આવતીકાલથી હરિયાણામાં 9 થી 12 સુધીની શાળાઓ સામાજિક અંતર સાથે ખોલવામાં આવશે. આંધ્રપ્રદેશમાં 16 ઓગસ્ટથી શાળાઓ ખોલવામાં આવશે. બીજી તરફ 1 જુલાઈથી ઉત્તરપ્રદેશમાં શૈક્ષણિક કાર્ય માટે શાળાઓ ખોલવામાં આવી હતી, જોકે વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મંજૂરી આપવામાં આવી નથી. તે જ સમયે, બિહારમાં તબક્કાવાર રીતે શાળાઓ ખોલવાનું શરૂ કરાયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X