For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ થવાની તૈયારીમાં!

સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ થવાની તૈયારીમાં!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે આવતું હોવાના દાવાની હવા નિકળતી જોવા મળી રહી છે. અહીં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સની સ્થિતિ ચિંતાજનક છે, કેમ કે અંદાજીત 2000 કંપનીઓ બંધ થવાની તૈયારીમાં છે. આ કંપનીઓ પોતાના પ્રોજેક્ટમાં નિષ્ક્રિય જણાઈ છે. આ કંપનીઓએ રજિસ્ટ્રાર ઑફ કંપની સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે પાછલા બે વર્ષમાં રજિસ્ટર્ડ થઈ હતી. આ કંપનીઓના આંકડા નિરાશાજનક તસવીર દેખાડે છે.

2000 કંપનીઓ માટે નોટિસ જાહેર

2000 કંપનીઓ માટે નોટિસ જાહેર

ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા. પરંતુ 2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ તો કેટલીય કંપનીઓ ઑક્ટોબરમાં જ બંધ થઈ ગઈ. જાણકારો મુજબ આ કંપનીઓએ પાછલા બે વર્ષમાં કંઈ પ્રોગ્રેસ કર્યું નહોતું. જણાવી દઈએ કે નિયમ મુજબ જો કોઈ કંપની નિર્ધારિત સમયમાં પોતાનો કારોબાર શરૂ નથી કરી શકતી તો તેવી કંપનીને નોટિસ મોકલવામાં આવે છે.

કેટલીય કંપનીઓને રેકોર્ડથી હટાવી દેવામાં આવી

કેટલીય કંપનીઓને રેકોર્ડથી હટાવી દેવામાં આવી

રજિસ્ટાર ઑફ કંપનીઝ તરફથી રાજ્યની 1963 કંપનીઓને નોટિસ મોકલવામાં આવી ચૂકી છે. આ કંપનીઓમાંથી 1692 ખાનગી કંપનીઓ છે, જ્યારે 216 સાર્વજનિક કંપનીઓ છે. નોટિસ મુજબ આ કંપનીઓએ પાછલા બે વર્ષમાં કારોબાર શરૂ કર્યો નથી. જેમાંથી મોટાભાગના કંપનીઓએ પોતાનું વાર્ષિક રિટર્ન પણ દાખલ કર્યું નથી. આ ઉપરાંત જે કંપનીઓને નોટિસ મળી છે, તેમણે કોઈ જવાબ આપ્યો નથી. જેને પગલે કેટલીય કંપનીઓને રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે.

4330 કંપનીઓ નિષ્ક્રિય જણાઈ

4330 કંપનીઓ નિષ્ક્રિય જણાઈ

આંકડાઓ મુજબ 2013-15 દરમિયાન સ્ટાર્ટઅપ મિશન અંતર્ગત ગુજરાતમાં 1963 કંપનીઓ રજિસ્ટર્ડ થઈ હતી. જેમાંથી 1171 કંપનીઓ એવી મળી આવી જેમણે નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19 દરમિયાન કોઈપણ પ્રકારનો કારોબાર કર્યો નથી અને રિટર્ન દાખલ નથી કર્યું. પાછલા વર્ષે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝે નિષ્ક્ર્રિયતા માટે 7134 કંપનીઓ બંધ કરવાનો ફેસલો કર્યો, જેમાં 2012 પછી સામેલ થયેલ 3430 કંપનીઓ હતી, જે નિષ્ક્રિય જણાઈ હતી.

ગુજરાતમાં કેવી રીતે નિષ્ફળ રહ્યું સ્ટાર્ટઅપ

ગુજરાતમાં કેવી રીતે નિષ્ફળ રહ્યું સ્ટાર્ટઅપ

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સ્થિતિને લઈ સવાલ ઉઠી રહ્યા છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ કઈ રીતે નિષ્ફળ રહ્યા છે તે વાતની સરકારને પરવા નથી. રાજ્યના ઉદ્યોગ વિભાગના પ્રધાન સચિન એમકે દાસનું કહેવું છે કે સરકારે 15 નીતિઓ બનાવી હતી જેનાથી ઉદ્યોગને લાભ મળે છે. સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે વીજળી સસ્તી કરી દીધી અને અન્ય પ્રોત્સાહનો પ્રદાન કર્યાં. કેટલાક સ્ટાર્ટઅપ પ્રૌદ્યોગિકી પરિવર્તનના કારણે બંધ થઈ શકે છે, પરંતુ રાજ્ય સરકાર કમજોર સ્ટાર્ટઅપની સહાયતા કરવા માટે પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં બિઝનેસ મોડેલ ફેલ થઈ રહ્યું છે

રાજ્યમાં બિઝનેસ મોડેલ ફેલ થઈ રહ્યું છે

બીજી તરફ ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું કે ગુજરાતમાં દર વર્ષે 1.5 લાખથી વધુ કંપનીઓ સામેલ થાય છે, પરંતુ કેટલીક કંપનીઓ રજિસ્ટર થયાના તરત બાદ વેપાર શરૂ નથી કરી શકતી. વિવિધ કારણોસર કેટલાક કંપનીઓ ઉત્પાદન પણ નથી કરી શકતી. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને લૉજિસ્ટિક્સ આખા દેશમાં સૌથી સારું છે પરંતુ માર્કેટ સર્વે વિના સ્ટાર્ટઅપ શરૂ કરવાથી રાજ્યમાં બિઝનેસ મોડેલ ફેલ થઈ રહ્યું છે.

INX Media Case: ચિદમ્બરમને ઝાટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવીINX Media Case: ચિદમ્બરમને ઝાટકો, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

English summary
Startup model failed in Gujarat, more than 2000 companies expected to close
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X