તા.21-22ના રોજ સોમનાથમાં યોજાશે BJP કારોબારી બેઠક

Subscribe to Oneindia News

ગુજરાત ભાજપ ની પ્રદેશ કારોબારીના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પ્રદેશ કારોબારીની બેઠક 22 અને 23 એપ્રિલના રોજ સોમનાથ ખાતે યોજાશે. પરંતુ તાજેતરની માહિતી અનુસાર આ તરીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે અનુસાર પ્રદેશ કારોબારીની બેઠક 21 અને 22 એપ્રિલના રોજ સોમનાથમાં યોજાશે.

Amit Shah

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. આગામી વિધાનસભા ચૂંટણીને લઇ કારોબારી બેઠકમાં એજન્ડા સાથે ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. બુથ મેનેજમેન્ટ સહિત આંદોલનોને ઠારવાની રણનીતિ ઘડાશે.

અહીં વાંચો - PM મોદી: બોટાદની ધરતી છે તિર્થ સમાન

આ ઉપરાંત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માં ભાજપને મળેલ ઐતિહાસિક સફળતા માટેના અભિનંદન ઠરાવો પણ રજુ થશે. સાથે-સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સહિત અન્ય યોજનાની સિદ્ધિ અંગે પણ ચર્ચા થવાની શક્યતાઓ છે. ડિસેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને જોતાં પ્રદેશની આ કારોબારી બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.

English summary
State Executive Meeting of BJP to take place on 21 & 22 April at Somnath.
Please Wait while comments are loading...