સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સરદાર પટેલની પ્રતિમા પહોંચી કેવડિયા

Written By:
Subscribe to Oneindia News

કેવડિયા કે જ્યાં નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિમા બનવાની છે ત્યાં સાધુ ટેકરી ખાતે પ્રતિમાના વિવિધ ભાગો લાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારે સરદાર પટેલનું મસ્તક કેવડિયા પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેવડિયા પાસે નર્મદા ડેમ પર સરદાર પટેલની 182 મીટરની પ્રતિભા બનશે. અને તે માટે જ તેમનું 18 મીટર ઊંચા મસ્તકની પ્રતિકૃતિ અહીં પહોંચાડવામાં આવી છે. ત્યારે સરદાર પટેલના મસ્તકની પ્રતિકૃતિ અહીં પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેને જોવા અહીં ઊમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીનમાં સરદાર પટેલની આ પ્રતિમા બની રહી છે. અને આ માટેનું 70 ટકા કામ પૂરું થઇ ચૂક્યું છે. વધુમાં નર્મદા ડેમ ખાતે બે ગર્ડર પીલર્સનું કામ 175 મીટરની ઊંચાઇ સુધી થઇ ગયું છે. અને હજી તેને 210 મીટરની ઊંચાઇ સુધી લઇ જવામાં આવશે.

Sardar Patel

માનવામાં આવી રહ્યું છે કે 2018 સુધીમાં આ સ્ટેચ્યૂ બનીને તૈયાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની આ પ્રતિમા પાંચ ધાતુથી બનાવવામાં આવી છે. અને તેના વિવિધ ભાગો કેવડિયા ખાતે લાવવામાં આવી રહ્યા છે. મોટી ક્રેન દ્વારા સરદાર પટેલની આ 18 મીટર ઊંચી મુખાકૃત્તિ અહીં લવાઇ હતી. હાલ તો તેને અહીંના ગોડાઉનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. જેથી પાછળથી અન્ય ભાગો સાથે તેને જોડી મૂર્તિ બનાવી શકાય. 2013માં 31મી ઓક્ટોબરના રોજ તે વખતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ મામલે ભૂમિપૂજન કર્યું હતું.

English summary
Statue of Unity : 70 percent work of the world tallest statue is done. Now it's bring to Bharuch

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.