Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ભાજપ સરકારનું અન પ્રોડેક્ટિવ માર્કેટીંગ છેઃ શંકરસિંહ વાઘેલા

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઇને ભાજપ સરકાર પર વરસી પડ્યા હતા. થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કાર્યક્રમ દરમિયાન દેશને પોતાનાં રજવાડાં અર્પણ કરનાર રાજવી પરિવારોના વારસદારોનું સન્માન કરવા માંગ કરી હતી. આ માંગ ગત રોજ શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરીને ફરીથી દોહરાવી હતી.

દેવાદાર રાજ્યમાં ખોટા ખર્ચ ન પોષાય

દેવાદાર રાજ્યમાં ખોટા ખર્ચ ન પોષાય

શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એટલે શું ? તેનો મતલબ અને તેનો અર્થ શું ? આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ભાજપના વિરોધની યૂનિટી થવા જઇ રહી છે. ભાજપ સરકાર બિન ઉત્પાદકિય ખર્ચ કરીને ખોટા માર્કેટીંગ કરવામાં નિષ્ણાત છે. આ તાયફાઓના કારણે રાજ્યનું દેવું અઢી લાખ કરોડને પાર થઇ ગયું છે. ત્યારે, ગુજરાત જેવા દેવાદાર રાજ્યને આ પ્રકારના બિન ઉત્પાદકિય ખર્ચા પોષાઇ શકે નહી.

સ્થાનિક રહેવાસીઓમાં પણ છે રોષ

સ્થાનિક રહેવાસીઓમાં પણ છે રોષ

મેક ઇન ઇન્ડિયાના નાટક કરનાર સ્ટેચ્યૂ ઓફ યૂનિટી મેડ ઇન ચાઇના બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ સવાલ કરતાં જણાવ્યું હતુ કે, આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કરોડો રૂપિયા ખર્ચ કરીને ભાજપ સરકાર કોને ખુશ કરવા માંગે છે. જો પાટીદારોને ખુશ કરવા હોય તો તેમણે પાટીદાર યુવાનો જેલમાં બંધ છે તેમને મુક્ત કરવા જોઇએ, ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પણ વિરોધ કરી રહ્યા છે. આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એક રીતે ભાજપના વિરોધની યૂનિટી બની રહેશે તેવો વિશ્વાસ પણ શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો.

સરદારને અન્યાયની વાતો ભાજપના ગપગોળા

સરદારને અન્યાયની વાતો ભાજપના ગપગોળા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને આડા હાથ લેતાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ભાજપને સરદાર પટેલથી પ્રેમ હોવાનું માનવું ભુલ ભરેલું છે. આ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે દરમિયાન ક્યારે અમદાવાદના સરદાર પટેલ સ્મારકની મુલાકાત કરી છે. તેમણે સરદાર પટેલ સ્મારકોના ઉત્થાન માટે કોઇ નાણાં આપ્યાં છે. સરદાર પટેલને અન્યાય કર્યોના ગાણાં ગાનારી આ ભાજપની ટોળકીએ જ સરદાર પટેલને સૌથી વધારે અન્યાય કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનું નામાંકરણ સરદાર પટેલ હવાઇ મથક રાખવાનો પણ તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપ કાર્યકર્તાઓએ કાળા વાવટા બતાવ્યા હતા. ગાંધી પરિવારે કે કોઇએ પણ સરદાર પટેલને ક્યારેય અન્યાય કર્યો નથી. કોઇ અન્યાય થયો હોય તો મને પુરવાર કરે તેવો હુંકાર પણ શંકરસિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલને અન્યાય કર્યાની વાતો ભાજપના ગપગોળાથી વિશેષ કંઇ નથી.

શંકરસિંહ વાઘેલાનો કૉંગ્રેસ પ્રેમ બહાર આવ્યો

શંકરસિંહ વાઘેલાનો કૉંગ્રેસ પ્રેમ બહાર આવ્યો

શંકરસિંહ વાઘેલાનો આ દરમિયાન કૉંગ્રેસ પ્રેમ પણ બહાર છલકાઇ આવ્યોય હતો. તેમણે પુર્વ વડાપ્રધાનો જવાહરલાલ નહેરૂ, ઇન્દિરા ગાંધી, રાજવી ગાંધી તેમજ સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીએ કોઇ અન્યાય કર્યો ન હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી ચુક્યા છે.

બાપુ લોકાર્પણ કાર્યક્રમમાં નહી રહે હાજર

બાપુ લોકાર્પણ કાર્યક્રમમાં નહી રહે હાજર

શંકરસિંહ વાઘેલાને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણમાં આમંત્રણ હોવા છતાં તેમણે જવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે આ પ્રકારના તાયફાથી દુર રહેવાનું પસંદ કરે છે. રાજ્યમાં ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળી રહ્યું. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોય ત્યારે, આ પ્રકારના કાર્યક્રમ યોજવા યોગ્ય નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X