ધોરણ 1 થી 3 માં અંગ્રેજી ભણાવામાં આવશે: જીતુ વાઘાણી
વર્તમાન સમયમાં અંગ્રેજી વિષયનું મહત્વ વધતુ જઇ રહ્યુ છે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. નવા સત્રથી ધો. 1 થી 3 ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય ભણાવામાં આશે. જેમ ધો. 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ
વર્તમાન સમયમાં અંગ્રેજી વિષયનું મહત્વ વધતુ જઇ રહ્યુ છે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લીધો છે. નવા સત્રથી ધો. 1 થી 3 ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષય ભણાવામાં આશે. જેમ ધો. 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તક આપવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રોના માધ્યમથી અંગ્રેજીનું જ્ઞાન આપવામાં આવશે. બાળકો 8 વર્ષ સુધી વધારે સારી રીતે નવી ભાષા તેમજ નવી કોઇ ફણ વસ્તુ શીખી શકે છે. આ જોતા શિક્ષકોને પણ તાલિમ આપવામાં આવશે.
તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ મંત્રીએ આહવાન કર્યું છે. જેમાં જે કોરોનામાં થયેલ લર્નિંગ લોસને ઘટાડવા પ્રયાસ કરવા આહવાન કર્યું છે. તેમાં પાયો કાચો રહી જનાર બાળકો પર વધુ ધ્યાન આપવા તાકીદ છે. જેમાં જે ગ્રીષ્મોત્સવની જેમ જે શરદોત્સવ પણ ઉજવાશે. વેકેશનમાં વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃતિઓમાં સાંકળવામાં આવશે. તેમ જીતું વાઘાણીએ જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
