• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાન સાથેની સ્પર્ધા છોડો, ચીન સાથે હરિફાઇ કરો : નરેન્દ્ર મોદી

|

ગાંધીનગર, 29 જૂન : આજે ગાંધીનગરમાં યુવા ભારતીય નેતા સંમેલનમાં સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ભારતે ઝડપી વિકાસ કરવો હશે તો પાકિસ્તાન સાથે સ્પર્ધા કરવાની માનસિકતા છોડીને ચીન, જાપાન અને સિંગાપોર જેવા દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં સ્પર્ધા કરવી પડશે. તેમણે યુવા નેતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આપણી સમક્ષ પહાડ જેવી મુશ્કોલીઓ છે પણ સામે તેમાંથી બહાર નીકળવા માટે માર્ગ પણ છે. આપણે યોગ્ય દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે. આ માટે ટેકનોલોજીનો સાથ પણ એટલો જ જરૂરી છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે ભારતીય યુવાનોને સરકાર અને બિઝનેસ કેવી રીતે સારી તક આપી શકે છે, તે અંગે કેગ દ્વારા યંગ ઇન્ડિયન કોન્કેલ્વમાં સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ તકે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દૂલ કલામ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોદીએ આ તકે કોન્કેલ્વમાં હાજર રહેલા યુવાનોના વિચારો જાણ્યા હતા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

narendra-modi

નરેન્દ્ર મોદીની સ્પીચ :

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કક્ષાના સંમેલનને ધ્યાનમાં રાખીને હિન્દીમાં ભાષણ આપવાનું શરૂ કર્યું.

ગુણોત્સવ કાર્યક્રમના ગુણો...

વીજળીનું કનેક્શન આપ્યું, સુવિધાઓ આપી છતાં કંઇક ખૂટતું લાગ્યું. એટલે અમે ગુણોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો. સરકારી પ્રાથમિક શાળાઓને એ, બી, સી, ડી ગ્રેડ પ્રમાણે વહેંચી. 30થી 35 પ્રશ્નોની પ્રશ્નોત્તરી તૈયાર કરી શાળાના આચાર્યો અને શિક્ષકોને ભરવા આપી.

ગુણોત્સવ માટે સરકારના અધિકારીઓ ગામડાંમાં જાય છે. અમે તપાસીએ છે કે બાળકોને લખતા, વાંચતા, ગણિત વગેરે આવડે છે કે નહીં. ત્યાર બાદ સમગ્ર આકલન થાય છે. શિક્ષકો પાસે ફોર્મ ભરાવાય છે.

અમારા ધ્યાનમાં આવ્યું કે એ ગ્રેડની શાળાઓ ખૂબ ઓછી હતી. એટલે અમે દરેક જિલ્લા અને તાલુકામાં એ ગ્રેડની શાળા વધારવાના પ્રયત્નો શરૂ કર્યા. આ માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા.

ગરીબ કલ્યાણ મેળાનો કન્સેપ્ટ આવી રીતે આવ્યો...

મેં એકવાર અધિકારીઓને જણાવ્યું હતું કે મને લોકો હિન્દુત્વવાદી કહે છે. હિન્દુઓ માટે ચાર ધામની યાત્રા મહત્વની ગણાય છે. પણ સરકારી ખાતામાં એક ફાઇલ 40 ટેબલો પર યાત્રા કરે તો પણ તેનો ઉકેલ આવતો નથી. મેં આઇએએસ અધિકારીઓને વિધવાઓને સિવણ મશીન કેવી રીતે મળશે તેની પ્રક્રિયા લખવાનું કહ્યું. 10માંથી એક પણ અધિકારીઓ જણાવી શક્યા નહીં. મેં તેમને કહ્યું કે તમને નથી ખબર, તો અભણ વિધવાને કેવી રીતે ખબર પડશે. તેમાંથી ગરીબ કલ્યાણ મેળાનો કન્સેપ્ટ શરૂ કર્યો. પહેલા લોકો સરકાર પાસે જતા, હવે સરકાર લોકો પાસે જાય છે.

સરકારમાં ગુપ્તતા... પોલિસી મેકિંગમાં જનભાગીદારી

અમારા ગુજરાતમાં નિયમ છે કે અમારે ત્યાં કોઇ પોલિસી બને તો તેનો ડ્રાફ્ટ ઓનલાઇન મૂકીએ છીએ, અને જનતા પાસે અભિપ્રાય મંગાવવામાં આવે છે. આ કારણે અનેક લોકોનું ઇનપુટ મળવાથી સરકારની વિઝન મર્યાદા દૂર થાય છે. ડ્રાફ્ટના સ્તરે જ પોલિસી રાઇટ ટ્રેક પર આવી જાય છે. આ કારણે પોલિસી ડિસ્પ્યુટ ઘટ્યા છે. અમે પોલિસી મેકિંગમાં પણ જનભાગીદારી અપનાવી છે. આ લોકતંત્રમાં કોઇ પણ પોલિસી જનતા પર થોપી દેવી ના જોઇએ. જો જનતાને સાથે લઇએ તો સરકારે કશું કરવાનું રહેતું નથી. જનતા જ બધું કામ કરી દે છે.

સુજલામ સુફલામ યોજના...

સુજલામ સુફલામ યોજના માટેનો પ્લાન તૈયાર થયો. તેના માટે જમીનની જરૂર હતી. અમે લોકને સમગ્ર આયોજન સમજાવ્યું. બે સપ્તાહમાં જ જરૂરી જમીન મળી ગઇ. બે વર્ષમાં કામ પૂરું થયું. લોકોને પાણી મળવાનું શરૂ થયું. લોકોએ વર્ષમાં ત્રણ પાક લીધા.

નવો કન્સેપ્ટ... સીએમ ફેલોશિપ...

નવ યુવાનો માટે એક નવો અનુભવ લાવ્યા છીએ. હાઇલી ક્વોલિફાઇડ યુવાનો સરકારની જુની એમ્બેસેડરમાં બેસીને કામ કરે છે. નવા વિચારો માટે સીએમ ફેલોશિપ ખૂબ ઉપયોગી છે. ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે જેણે ઇનોવેશન કમિશન બનાવ્યું છે. અમે નવા ઇનોવેશન માટે લોકોને પ્રોત્સાહન કરીએ છીએ.

સ્વામત: સુખાય...

અમે આ પ્રોજેક્ટ અંતર્ગત કોઇ એક બાબતમાં પારદર્શિતા રાખીને તેમાં કામ કરવાની છૂટ આપી છે. દાખલા તરીકે અંબાજીમાં પીવાના પાણીની સમસ્યા હતી. એક અધિકારીએ ત્યાં ચેકડેમ બનાવી વરસાદી પાણી રોકવાનો પ્રયત્ન કર્યો. તેના કારણે પીવાના પાણીની સમસ્યા દૂર થઇ. તેની ટ્રાન્સફર અન્ય થઇ છે. પણ આજે પણ તેના પરિવારને અહીં પોતાનું કામ બતાવવા માટે લાવીને આવીએ છે.

સરકારે કર્મચારીઓને છૂટ આપવી જોઇએ..

સરકાર જો અધિકારીને થોડી છૂટ આપે તો વધારે સારું કામ થઇ શકે છે.

વડાપ્રધાનનું ભાષણ...

એક વડા પ્રધાને પોતાના ભાષણમાં સંબોધન કર્યું કે હિન્દુ, મુસ્લિમ, સીખ, ઇસાઇ પણ તેઓ અવું પણ બોલી શક્યા હોત કે મારા ભારત દેશના નાગરિકો. હું હંમેશા આવી ભિન્નતાનો વિરોધી રહ્યો છું. હું મારા ભાષણમાં હંમેશા પાંચ કરોડ, પછી સાડા પાંચ કરોડ પછી છ કરોડ ગુજરાતીઓ એવું જ સંબોધન કરતો આવ્યો છું.

ઓનલાઇન વોટિંગ...

અમે ટેકનોલોજીની સાથે આગળ વધી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટણી માટે ઓનલાઇન વોટિંગની વ્યવસ્થા ઉભી કરી છે. અમે પંચાયત ચૂંટણીઓમાં ફરજિયાત વોટિંગનો કાયદો લાવ્યા પણ તેને મંજૂરી મળી નથી. આ સાથે ઉમેદવારોનો મત નહીં આપવાની સુવિધા આપવાનો કન્સેપ્ટ પણ અપનાવવા માંગીએ છીએ. રાઇટ ટુ રિજેક્ટની દિશામાં કામ કરીએ છીએ. આનો અમલ થશે ત્યારે જ સારા ઉમેદવારોને રાજકારણમાં લાવવાનો પ્રયાસ સફળ થશે. મજબૂરી છે તો માર્ગ પણ છે જ.

ગામમાં સર્વસંમતિ જરૂરી...

અમારા ગામમાં દ્વારકાદાસ જોશી હતા. વિનોબાજી હતા. તેમણે જણાવ્યું કે ગામના પંચાયતની ચૂંટણીમાં બે ભાગ પડી જાય છે. ગામમાં સર્વસંમતિ બનાવવાની જરૂરી છે. આથી અમે એ વાતને પકડીને સમરસ ગ્રામ પંચાયતના રોજ આ યોજના અમલી બનાવી. ગુજરાતમાં બોર્ડ, નગર વગેરે મિલાવીને કુલ એકમોમાંથી 48 ટકા સમરસ બની હતી. અમે તેમને ડેવલપમેન્ટમ માટે ખાસ ગ્રાન્ટ આપી. ત્યાર બાદ અમે મહિલા સરપંચનો કોન્સેપ્ટ અમલમાં મૂક્યો. અમે મહિલા સશક્તિકરણને કરી બતાવ્યું. અમે ઓફિસર લેવલે મહિલા પંચાયતોને ખાસ ધ્યાન આપવાનું અને ખાસ ગ્રાન્ટ આપવાનું કહ્યું. ખુલ્લુ મન રાખીને, બધાને સાથે રાખીને કામ કરીએ તો સફળતા જરૂર મળે છે.

સૌનો સાથ, સૌનો વિકાસ અમારો મંત્ર...

અમે સૌનો સાથ અને વિકાસ કરવા માંગીએ છીએ. અમે મૂળભૂત વાતોને ધ્યાનમાં લઇને આગળ વધીએ તો સારા પરિણામો મળી શકે છે.

કોમન કલ્ચરમાં એગ્રીકલ્ચર...

આપણે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મોર્ડન અને સાયન્ટિફિક એપ્રોચ દાખવવાની જરૂર છે. આવાતા સપ્ટેમ્બરમાં અમે એશિયાનો સૌથી મોટો એગ્રીટેક પેર યોજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારા ખેડૂતોને હું ટેકનોલોજી સાથે ચાલવા માટે તમામ સુવિધાઓ આપીશ. તેથી ઉત્પાદન વધશે,

ઇ 4, 5 એફ ફોર્મ્યુલા...

ફાર્મ-ફાયબર-ફેબ્રિક-ફેશન-ફોરેન ફોર્મ્યુલા અંતર્ગત વેલ્યુ એડિશન કર્યું. અમે એ દિશામાં કામ કરીએ છીએ. ભારત સરકાર યુરોપીયન દેશો સાથે કરાર કરવા માટે પ્રયત્ન કરી રહી છે. આ બાબતમાં મીડિયાનું ધ્યાન ત્યાં નથી ગયુ. દેશમાં મટન નિકાસ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. દેશમાં દૂધની આયાત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આપણા દેશમાં પ્રાણીઓની ઉત્પાદકતા કેવી રીતે વધે તે જોવાને બદલે દૂધની આયાત કરવાની દિશામાં વિચારાય છે. આ દિશાવિહિન પગલું છે. હું આ અંગે કોઇનીપર હાલ દાવો કરી શકું એમ નથી. પણ જો તે હકીકત હશે તો ગંભીરતાથી વિચારવું પડશે.

જોબની સાથે હુન્નર...

ભારતે ચીન સાથે સ્પર્ધા કરવા અંગે વિચારવું જોઇએ. પાકિસ્તાન સાથેની સ્પર્ધાનો વિચાર જ છોડી દેવો જોઇએ. આપણે ચીન, જાપાન, સિંગાપોર સાથે સ્પર્ધા કરવી જોઇએ. અત્યારે વિદેશ મંત્રાલયની ભૂમિકા જ બદલાઇ ગઇ છે. ડિપ્લોમસી ઓછી અને ટ્રેડ એન્ડ કોમર્સનો વ્યૂહ અપનાવવો પડશે.

નવા વિચારોને અમલમાં મૂકવા જોઇએ...

મારા ગુજરાતમાં, દેશમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં આવશે, જેના પર કામ કરી શકાય છે. હજુ ઘણું કરવાનું બાકી છે. ચીનમાં રાજકીય પોલિસી અલગ છે. હું જ્યારે શાસનમાં આવ્યો ત્યારે ત્રણ દિવસ મારી સરકારને લઇને આઇઆઇએમ-એમાં ભણવા ગયો હતો. શીખવાની તમામ પ્રક્રિયા ચાલુ રાખવી જોઇએ. અમે નવી દિશાઓમાંથી ઘણું નવું શીખવા માટે પ્રયત્ન કરું છું. સોશિયલ મીડિયામાં મને આપના સૂચનો ડાયરેક્ટ પોસ્ટ કરો. તમારી વાત મારા મગજમાં રહેશે, ક્યારેને ક્યારેક તે બીજમાંથી વૃક્ષ બનશે અને તેના ફળ તમે પોતે ચાખી શકશો.

English summary
Stop compete with Pakistan, start compete with China said Gujarat CM Narendra Modi to young leaders in a national conclave organized at Mahatma Mandir, Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more