ભરૂચમાં ખુલ્લે આમ થયું ફાયરિંગ, ભાજપના બે નેતાઓને કરાયા ઠાર
સોમવારે, ભરૂચમાં સમી સાંજે ભાજપના બે નેતાઓને બે અજાણ્યા લોકોએ ખુલ્લે આમ ફાયરિંગ કરીને મોતને ધાટ ઉતારી દીધા છે. નોંધનીય છે કે ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તાજવીજ ચાલી રહી છે. તેવા સમયે ભાજપના નેતાઓની આ હત્યા અનેક વિવાદ ઊભા કરે તેવી છે.
ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રી જ્યારે સેવાશ્રમ રોડ પર આવેલી શિરીષ બંગાળીની ઓફિસમાં બેઠા હતા, ત્યારે જ બે અજાણ્યા શખ્શો બાઇક પર આવી પોઇન્ટ બ્લેન્કથી આ બન્ને જણાની હત્યા કરી ફરાર થઇ ગયા. આ બન્ને બાઇક સવારો મોઢે બુકાની બાંધીને આવ્યા હતા.
નોંધનીય છે કે મરનાર આ બન્ને નેતાઓ ભાજપના કદાવાર નેતાઓ છે. ત્યારે કેવી રીતે આ સમગ્ર ધટના ક્રમ થયો. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થયેલી તેમની આ હત્યા પાછળ કેવા કેવા કારણો જવાબદાર હોઇ શકે છે, તે વિષે વધુ જાણકારી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ તસવીરો જેમાં આ બન્ને નેતાઓની કરપીણ હત્યાને બતાવામાં આવી છે.

ખુરશી પર જ ડિમ ઠળી ગયા
ભરૂચના સેવાશ્રમ રોડ પર શિરીષ બંગાળીની ઓફિસ પર સાંજે સાત વાગ્યાની આસપાસ જ્યારે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષભાઇ અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશભાઇ વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. શિરિષભાઇના ડિમ તો ખુરશી પર જ ઠળી ગયા.

પ્રજ્ઞેશ મિસ્ત્રીને હોસ્પિટલ ખેસેડાયા
જો કે ગોળીબારનો અવાજ થતા આસપાસના લોકો આ બન્નેને ગ્લોબલ હોસ્પિટલ લઇ ગયા. શિરિષભાઇ તો ધટના સ્થળે જ મૃત જાહેર કરાયા હતા. ત્યાં જ પ્રજ્ઞેશભાઇને હોસ્પિટલમાં થોડી સારવાર અપાઇ પણ તે બચી ના શક્યા

પોલીસ દોડી આવી
જો કે આ ધટના બાદ પોલિસ તંત્ર પણ દોડતું થયું હતું. અને ડીસીપીએ શોભાએ પણ ધટનાસ્થળની તપાસ કરી હતી. આ પર હાલ તો પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલિસે જલ્દી જ હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલવાની બાહેધરી પણ આપી છે.

રાજકીય અદાવત કે અંગત?
ત્યારે હાલ તો ભરૂચનું રાજકારણ ગરમાયું છે. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા ભાજપના બે કદાવર નેતાઓની આ રીતે કરપીણ હત્યા થવી અનેક સવાલો ઊભા કરે છે. ત્યારે આ લોકોને કોઇ અંગત અદાવતના કારણે હત્યા કરવામાં આવી છે કે પછી આની પાછળ કોઇ રાજકીય કારણ છે તે અંગે પોલિસે તપાસ આદરી છે.












Click it and Unblock the Notifications
