For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ, FIR કરવા કર્યો આદેશ

રાજ્યમા રખડતા ઢોરને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર મામલે પસાર કરવામાં આવેલ બિલની કોપી માંગી છે. રખડતા ઢોર પર કરવામાં આવતી કામગીરી પર હાઇકોર્ટ નારાજ છે. મહાનગરો દ્વારા એવો દાવો કરવામાં આવે

|
Google Oneindia Gujarati News

રાજ્યમા રખડતા ઢોરને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર મામલે પસાર કરવામાં આવેલ બિલની કોપી માંગી છે. રખડતા ઢોર પર કરવામાં આવતી કામગીરી પર હાઇકોર્ટ નારાજ છે. મહાનગરો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે, રખડતા ઢોરને લઇને કામગીર કરવામાં આવી છે પણ જાહેર રસ્તાઓ પર હજી પણ ઢોર અડિંગો નાખીને રખડતા અને બેસેલા જોવા મળે છે.

GUJARAT HIGH COURT

કોર્પોરેશનના મગરમચ્છના આંસુ નહીં કામગીરી કરવી એવી હાઇકોર્ટે ટકોર (stray cattle problem)કરી છે. હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહવિભાગના સચિવને નિર્દેશ આપ્યો છે કે, રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે કામ કરતા એએમસી કે સરકારી કર્મચારીઓ અને પોલીસ પર જે લોકો હુમલો કરે છે કે ધમકી આપે છે.

ગુજરાસત હાઇકોર્ટે સ્પષ્ટ તંત્રને સૂચના આપી છે કે, ઢોરના માલિકો એફઆઇઆર કરવામાં આવે અને સરકારી કર્મીઓને તેમની ફરજનુ પાલન કરતા અવરોધે છે તેવા લોકો સામે કડક હાથ પગલા લેવામાં આવે, એફઆઈઆર નોંધો અને જરૂર જણાય તો તેમને કસ્ટડીમાં લો. જેથી, લોકો કાયદો હાથમાં લેવાનુ કૃત્ય કરે નહીં. 24 કલાક ઢોર પકડવા હુકમ ઢોરના ત્રાસને ડામવા માટે અને ઢોર રાખનારા માથાભારે તત્વો સામે કાર્યવાહીની વિગતો રજૂ કરે એવો અમદાવાદ પોલીસ કમિશનરને પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે અમદાવાદ મનપાને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક ઢોર હુકમ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, આઠ નગરપાલિકા, છ રિજનલ નગરપાલિકા કમિશનરના તાબા હેઠળ આવતી 156 નગરપાલિકા આઠ દિવસમાં રખડતા ઢોર મુદ્દે તેનો રિપોર્ટ રજૂ કરે.

English summary
Stray cattle: HC orders FIR against anti-social elements
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X