શિક્ષણમાં હવે ધકેલપંચા દોઢસો નહીં ચાલે, જાણો શું છે નો ડિટેન્શન પોલિસી?
No Detention Policy: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ 5 અને ધોરણ 8 માં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં 35 ટકા ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
જોકે, કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ 2019-20, વર્ષ 2020-21 અને વર્ષ 2021-22માં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ 5 અને ધો૨ણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે, તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, ધોરણ 5 અને ધોરણ 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; આ સાથે સાથે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે, તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020 અન્વયે આ નિર્ણયના અમલીકરણ થી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળશે, જેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય ઊજળું બનશે.
➡️પ્રધાનમંત્રી @narendramodi ના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
— DD News Gujarati (@DDNewsGujarati) December 23, 2024
➡️ગુજરાતની તમામ શાળાઓમાં 'નો ડિટેન્શન પોલિસી'નો ચુસ્ત પણે પાલન થશે : રાજ્ય શિક્ષણ મંત્રી @prafulpbjp pic.twitter.com/dLtW0UHr6R












Click it and Unblock the Notifications
