ગુજરાત હાકોર્ટનો સખ્ત આદેશ- તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવવામાં આવે
ગુજરાત હાકોર્ટનો સખ્ત આદેશ- તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવવામાં આવે
અમદાવાદઃ કોરોના વાયરસના નિયંત્રણ માટે માસ્ક પહેરવાને લઈ ગુજરાત હાઈકોર્ટે સખ્તી દેખાડતાં ફેસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે રાજ્યમાં માસ્ક ના પહેરતા લોકો સામે સખ્ત પગલાં ઉઠાવવામાં આવે. આના માટે હાઈકોર્ટે જણાવ્યું કે જે વ્યક્તિ માસ્ક નથી પહેરતો તેને સજા તરીકે કોવિડ કેર સેન્ટરમાં સામુદાયિક સેવાનો આદેશ આપવામાં આવે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આ સંબંધિત અધિસૂચના જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

કોવિડ કેર સેન્ટરમાં 5-6 કલાક સેવા કરવી પડી શકે છે
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્યમાં માસ્ક પહેરવાને લઈ લાપરવાહીના મામલા સતત જોવા મળી રહ્યા છે. એવામાં સરકારે માસ્ક ફરજીયાત કરવાની દિશામાં સખ્ત આદેશ લાગૂ કરવો જોઈએ. હાઈકોર્ટના આ આદેશમાં કહેવામાં આવ્યું કે જો કોઈ માસ્ક પહેર્યા વિના મળી આવે તો તેની પાસે 5-6 કલાક કોવિડ કેર સેન્ટરમાં 5-6 કલાક સેવા કરાવવામાં આવે. હાઈકોર્ટે માસ્ક ના પહેરતા લોકો સામે દંડ લગાવવાનો પણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે સરકાર આ આદેશને લઈ પરિપત્ર બહાર પાડે અને આ મામલે દર અઠવાડિયે કોર્ટને રિપોર્ટ સબમિટ કરે.
તમને જણાવી દઈએ કે માસ્કને અનિવાર્ય કરવા માટે કેટલાય રાજ્યમાં તગડા દંડનું પ્રાવધાન છે. દેશની રાજધાની દિલ્હીમાં માસ્ક ના પહેરવા પર 2000 રૂપિયાનો દંડ છે.












Click it and Unblock the Notifications
