રઈસ ફિલ્મ જોઇને દારૂની હેરાફેરી કરતો વિદ્યાર્થી ઝડપાયો

Subscribe to Oneindia News

અમદાવાદ: શાહરૂખખાનની રઈસ ફિલ્મ જોઈ વિદ્યાર્થીએ રઈસ બનવા માટે દારુનો વેપાર શરુ કર્યો. પૈસા કમાવાની લાલચે વિદ્યાર્થી સેલવાસથી દારુ લાવી કચ્છમાં વેચવાનો શરુ કર્યો પણ પોલીસના સકંજામાં આવી ગયો. આજે રીક્ષામાં દારુ ભરીને જતા વિદ્યાર્થી અને રીક્ષા ચાલકને વટવા પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. મળતી મહીતિ મુજબ કચ્છ જિલ્લામાં આદિપુરના કોલાણી કોલેજમાં TYBCOMમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વટવા પોલીસે દારુના સાથે ઝડપી પાડ્યો છે. વિદ્યાર્થી સેલવાસથી દારુ લઇ ભચાઉમાં વેચતો હતો.

srk

વિદ્યાર્થી ધર્મેન્દ્ર જાડેજા સેલવાસ માંથી દારૂની ખરીદી કરી દારૂને કોથળામાં ભરીને લક્ઝરીમાં અમદાવાદ આવતો ત્યારબાદ અમદાવાદથી સાણંદ રીક્ષામાં જતો અને સાણંદથી અન્ય લક્ઝરીમાં બેસી ભચાઉ જતો. આજે પોલીસે શાસ્ત્રી બ્રીજ નજીક કોથળા ભરેલી રીક્ષાને રોકી તપાસ કરતા દારુ મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા ચાલક અને વિદ્યાર્થી ધર્મેન્દ્ર જાડેજાની ધરપકડ કરી હતી. પોલીસે ધર્મેન્દ્ર જાડેજાની પૂછપરછ કરતા તે અગાઉ ત્રણથી ચાર વખત દારૂ આવી રીતે લાવ્યો હતો. અને મુંબઈથી લાવતા ચેકપોસ્ટ પર પકડાઈ જવાની બીકે સેલવાસથી દારુ લાવ્યો હતો તેવી કબૂલાત કરી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે રઈસ ફિલ્મ જોયા પછી તેને દારૂની હેરાફેરી શરૂ કરી હતી.

English summary
Student try to copy Shahrukh khan's Raees,caught by Ahmedabad police. Read more here.
Please Wait while comments are loading...