દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો
સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે સુમુલ ડેરી દ્વારા ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. ડેરીના તંત્રએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ મોટો વધારો કરવાની જાહેરાત કરી છે.

સુમુલ ડેરીના આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના અઢી લાખથી વધુ પશુપાલકોને આર્થિક રીતે મોટો ટેકો મળશે. આ ભાવ વધારાને કારણે પશુપાલકોને વાર્ષિક અંદાજે 50 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે.
નવા ભાવ મુજબ, ગાયના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો અમલી બનાવવામાં આવ્યો છે.
આ ફેરફાર બાદ હવે ગાયના દૂધનો ભાવ વધીને 850 રૂપિયા અને ભેંસના દૂધનો ભાવ 880 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયો છે. સુમુલના પૂર્વ ડિરેક્ટરે આ ભાવવધારાને આવકારદાયક ગણાવ્યો છે.












Click it and Unblock the Notifications
