સુનિતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટના બીજા મુખ્ય મહિલા ન્યાયધીશ બન્યા
ગુજરાત હાઈકોર્ટને વધુ એક મહિલા ન્યાયધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પણ કેન્દ્ર સરકારે જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામને મંજુરી આપી છે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટની કોલેજીયમે અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલના નામની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, કોલેજિયમે ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત સાત રાજ્યોની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વમાં કોલેજિયમે બેઠક બાદ નામ કેન્દ્રને મોકલ્યા છે. કેન્દ્રની મંજૂરી બાદ મહિલા જજ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઈકોર્ટનો ચાર્જ સંભાળશે.
જણાવી દઈએ કે, દેશની હાઈકોર્ટની જજની નિયુક્તિ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ કરે છે. આ માટે કોલેજિયમ નામની પસંદગી કરીને કેન્દ્રને મોકલે છે અને કેન્દ્રની મંજુરી બાદ પોસ્ટિંગ અપાય છે.












Click it and Unblock the Notifications
