ગુજરાત પોલીસ અને ATSનું પોરબંદરમાં સુપર ઓપરેશન, પ્રેસકોન્ફરન્સમાં કર્યા મોટા ખુલાસા

ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા પોદરબંદરમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોરબંદરમાંથી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોના આંતકવાદ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે જોડણ હોવાની આશંકામાં કરવામાં આવી છે.

ATS

મળતી માહિતી અનુસાર, એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રને શુક્રવારથી પોરબંદરમાં છે. જેમાં તેઓ સ્થાનિક પોલીસને સાથે રાખીને કડક કાર્યવાહી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એટીએસ દ્વારા પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવી શકે છે, જેમાં તેઓ મોટા ખુલાસા કરે તેવી શક્યતા છે.

ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળેલ કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળયેલત્રણ કટ્ટરવાદીયુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે.આ ત્રણેયવ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફઅફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.નીટીમએ 0૯મી જુન૨૦૨૩ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પુછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

આ અટકાયત કરાયેલ વ્યક્તિઓ (૧) ઉબેદ નાસિર મીર, રહે.૯0 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે.૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર અને (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/ ૫3, નરીબલ, સૌરા, શ્રીનગર છે. આ વ્યક્તિઓની પુછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.

તેઓની વિગતવાર પુછપરછમાં જાણવા મળ્યું હતું કે અન્ય બે વ્યક્તિઓ, ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ,શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, રહેવાસી ૧03, બેગ-એ-ફિઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા સુરત પણ ISKPના આ જ મોડ્યુલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચકરવામાં આવી હતી.

જેમાં ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે 'વોઈસ ઓફ ખોરાસન' વગેરે મળી આવ્યા હતા.સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પુછપરછમાં, તેણીએખુલાસો કર્યો છે કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.

પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા આત્રણ કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની ઝીણવટભરી તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજસ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં, આ વ્યક્તિઓના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને ઍક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓનાISKPનાબેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફસ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઑફ ધ ફેથફુલ ઓર લીડર) ને બાયા'હ (નિષ્ઠાનાં શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો, તેમના બાયા'હની ઓડિયો ક્લિપ્સ તેમજ તેઓએ ખોરાસાનમાં હિજરત કરી છે તેવોઉલ્લેખ કરતી ફાઈલો મળી આવેલ છે.

તેઓની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ છે કે તેઓને તેમના હેન્ડલર, અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સુચના આપવામાં આવી હતી અનેજ્યાંથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વનિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા, જ્યાં તેઓને ધો (Dhow) દ્વારા ઈરાન લઈ જવામાં આવનારા હતા.આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા.

ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન માં ISKP વતી તેના આતંકવાદી ક્રુત્યમાંભાગ લેવાનો હતો અને શહાદત હાંસલ કરવાની હતી, ત્યારપછી હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓનાપુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વિડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવનાર હતો.

આમૌખિક અને ભૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે(૧) ઉબેદ નાસિર મીર, રહે.૯0 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર (૨) હનાન હયાત શૉલ, રહે.૯0 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર (3) મોહમ્મદ હાજીમ શાહ, રહે. ઘર નંબર ૫૨/૫3, નરીબલ, સૌરા, શ્રીનગર૯0 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સોરા, શ્રીનગર (૪) ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ,શ્રીનગર (૫) સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, રહેવાસી ૧03, બેગ-એ-ફિઝા એપાર્ટમેન્ટ, સૈયદપુરા સુરત નાઓ વિરુદ્ધ અનલોફુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), ૧૯૬૭ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ, મોહમ્મદ હાજીમ શાહતમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ધરપકડ કરવામાં આવી છે અને ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X