For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ મોતના વળતર મામલે ગુજરાત સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટ સખ્ત

કોવિડ મોતના વળતર મામલે ગુજરાત સરકારના વલણ પર સુપ્રીમ કોર્ટ સખ્ત

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસે સમગ્ર વિશ્વની પરેશાની વધારી દીધી હતી. ગુજરાતમાં પણ કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, પરંતુ તેમના પરિજનોને હજી સુધી વળતર મળ્યું નથી. જેને લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને કોવિડ મોતના વળતરના વિતરણ માટે પોતાની તપાસ સમિતિ બનાવવાના આદેશને સંશોધિત કરવા માટે કહ્યું. આની સાથે જ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે, અત્યાર સુધીમાં કેટલા લોકોને કોવિડ વળતર મળ્યું?

supreme court

સુનાવણી કરતાં જસ્ટિસ એમઆર શાહે ગુજરાત સરકારને ચેતવણી આપી કે ઓછામા ઓછા 10 હજાર લોકોને વળતર મળવું જોઈએ. નહિંતરની સ્થિતિમાં અમે ગુજરાતની ભૂકંપની જેમ કાનૂની સેવા પ્રાધિકરણને ઑમ્બ્યૂડસમૈન નિયુક્ત કરશું. અમારા માટે આ મામલો મહત્વનો છે. સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્રને પૂછ્યું કે અન્ય રાજ્યોમાં કેટલા લાભાર્થિઓને કોવિડ વળતર મળ્યું છે.

પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોવિડ 19માં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિજનોના દર્દ પ્રત્યે "અસંવેદનશીલ" થવા બદલ ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. સાથે જ કોરોનાથી થયેલ મોતની ભરપાઈ માટે સ્ક્રૂટની કમિટી રચીને "નિર્દેશોનું ઉલ્લંઘન" કરવા બદલ નરાજગી વ્યક્ત કરી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે કોવિડ પીડિતોના પરિજનોને ઠેર-ઠેર ભાટકવા માટે મજબૂર કર્યા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને સમન મોકલવાની ચેતવણી આપતા કહ્યુ્ં હતું કે જે લોકો પહેલેથી જ આટલા પીડિત છે, તેમની સાથે આવું ના કરાય. સરકારે વિરોધ કરવાને બદલે હાથ વધારવા જોઈએ.

English summary
supreme court questioned gujarat government on covid death victims compensation case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X