સુરત હાઇ વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

Posted By:
Subscribe to Oneindia News

સુરત: માંગરોળના કોસંબા નજીક નેશનલ હાઇવે 8, ઉપર એક ગોજારો અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે સજાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે બાઇક ચાલકો દ્વારા ટ્રકને ઓવર ટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે આમ કરવા જતા ટક્કર થઇ અને તેમાં ત્રણેય બાઇક સવારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા.

accident surat

અકસ્માત જાણ થતા કોસંબા પોલીસ તેમજ I.R.B ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે આ અકસ્માત વખતે કોઇ પણ યુવાને હેલમેટ નહતા પહેર્યા. આમ પણ આપણા ગુજરાતમાં હેલમેટ ન પહેરવો જાણે કે એક નિયમ થઇ ગયો છે. જો આમાંથી કોઇએ પણ હેલમેટ પહેરી હોત કે ઝડપ ટાળી હોત તો આજે તેમનું જીવન બચી જાત. ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વાર હેલમેટ પહેરવાની વાતો કરવામાં આવે છે પણ આવા અનેક અકસ્માતો સર્જાયા પછી પણ આપણે આપણે આ વાતની ગંભીરતાને સમજતા નથી.

English summary
Surah: Truck and bike accident, 3 biker dead on the spot.
Please Wait while comments are loading...