BJP યુવા મોરચાના મંત્રી પર અનૈતિક સંબંધોનો આરોપ, ઓડિયો ક્લીપ વાયરલ

સુરત શહેરના ભાજપ યુવા મોરચાના મહામંત્રી મોનીલ ઠાકર પર એક યુવતીએ શારીરિક શોષણ ઉપરાંત હત્યાની ધમકી તથા એસિડ અટેકની ધમકી જેવા આરોપો મુક્યા છે.

સુરત શહેરના ભાજપ યુવા મોરચાના મહામંત્રી મોનીલ ઠાકર પર અડાજણની એક યુવતીએ અનૈતિક સંબંધો બાંધ્યાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ મંત્રી પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તેને અઢી માસનો ગર્ભ છે અને તે મોનીલ ઠાકરનો છે. મિત્રતાથી શરૂ થયેલ સંબંધ શારીરિક સંબંધ સુધી પહોંચ્યો હતો. યુવતીએ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી પણ આપી હતી કે મોનીલ ઠાકર તેને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.

bjp

યુવતી અનુસાર, મોનીલ ઠાકરે તેને ઉંચુ પદ અપાવવાની લાલચ આપી હતી અને લગ્નનો વાયદો પણ કર્યો હતો. આ સાથે જ આ યુવતી અને મહામંત્રી વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. ઓડિયોમાં યુવતી અને મહામંત્રી ગર્ભપાત માટે હોસ્પિટલ શોધી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.

જ્યારે કે, યુવતીએ પોલીસમાં જે ફરિયાદ નોંધાવી છે, તેમાં તેણે મોનીલ ઠાકર પણ શારીરિક શોષણ ઉપરાંત હત્યાની ધમકી તથા એસિડ અટેકની ધમકી મળી હોવાનું પણ જણાવ્યું છે. તેણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, મોનીલ ઠાકરે તેને ભાજપમાં ઊંચો હોદ્દો અપાવવાની લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યું હતું. વાત બહાર આવતાં તેને જીવથી મારી નાંખવાની ધમકી પણ હતી. આ સિવાય મોનીલ ઠાકર તેને ગર્ભપાત માટે દબાણ કરતા હોવાનું પણ યુવતીએ જણાવ્યું છે. તેણે કહ્યું કે, ગર્ભપાત ન કરાવતા તેને એસિડ અટેકની પણ ધમકી આપી હતી.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X