For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ શહિદોના પરિજનોને 11 લાખનું દાન આપવા યુગલે વેડિંગ રિસેપ્શન રદ કર્યું

શહિદોના પરિજનોને 11 લાખનું દાન આપવા યુગલના સાદાઈથી લગ્ન

|
Google Oneindia Gujarati News

સુરતઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં જમ્મુથી શ્રીનગર જઈ રહેલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. વિસ્ફોટ બાદ અંધાધૂંધ ફાયરિંગ પણ કર્યું હતું જેમાં કુલ 49થી વધુ જવાનો શહીદ થયા અને કેટલાય ઘાયલ થયા હતા. આ દુઃખદ ઘટનામાં આખો દેશ શહીદોના પરિજનોની સાથે આવ્યો છે અને તેમને મદદ કરવા માટે થતું બધું જ કરી રહ્યા છે.

11 લાખનું અનુદાન આપ્યું

11 લાખનું અનુદાન આપ્યું

ત્યારે સુરતના એક પરિવારે ઘટનાને ધ્યાનમાં રાખી 15મી ફેબ્રુઆરીએ એકદમ સાદાઈથી પોતાના સંતાનના લગ્ન કરવાનું નક્કી કર્યું. અમી અને મિત અને તેમના પરિવારે વેડિંગ રિસેપ્શન રદ કરવાનો નિ્ણય લીધો છે તથા શહીદોના પરિજનોને 11 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. હશમુખભાઈ સેઠ અને અજય સાંઘવીએ વેડિંગ કેટરરનો પણ પરિસ્થિતિ સમજીને પૂરો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે સેઠ અને સાંઘવી પરિવાર ડાયમંડ બિઝનેસ પદ્માવતી ડાયમંડ અને કેએમ એસોસિએટ્સ સાથે સંકળાયેલ છે.

સાદાઈથી કર્યાં લગ્ન

સાદાઈથી કર્યાં લગ્ન

ઉલ્લેખનીય છે કે ગુરુવારે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી સીઆરપીએફના જવાનોના કાફલાને લઈ જતી બસ સાથે આરડીએક્સથી ઠપોઠપ ભરેલ વાહન ટકરાવ્યું હતું. આ હુમલો છેલ્લા નવ વર્ષમાં પેરામિલિટ્રી ફોર્સ પર થયેલ હુમલામાંનો સૌથી ખતરનાક આતંકી હુમલો માનવામાં આવી હ્યો છે.

જાહેર વિજ્ઞપ્તી

સુરતના બંને પરિવારે જાહેરાત પણ છાપી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આવતી કાલે 15 ફેબ્રુઆરીના રોજ અમારી પુત્રી ચિ. અમી તથા ચિ. મિતના શુભ વિવાહ નિર્ધાર્યા છે પરંતુ આજ રોજ કાશ્મિરમાં થયેલ ઘોર આતંકવાદી હુમલામાં દેશના 42 જવાનો શહીદ થતા અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સંમતીથી આવતી કાલે લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નિર્ધારિત કરેલ છે. આવતી કાલનો જાહેર ભોજનસમારંભ રદ કરી શહિદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને 5 લાખનું અનુદાન અને શહીદોના પરિજનોને સંયુક્ત રીતે 11 લાખનું અનુદાન આપવાનું નિર્ધારિત કરેલ છે.

સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો

English summary
Surat couple cancels wedding reception, to donate Rs 11 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X