Video: સુરતમાં ગાયે બાઈક ચાલક પર કર્યો હુમલો!
સુરતમાં એક યુવક બાઇક પર પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક જ ગાયે હુમલો કર્યો. જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સુરતનાં કતારગામ વિસ્તારના બાપા સીતારામ ચોક પાસેની રૂક્ષ્મણીનગર સોસાયટીમાંથી એક યુવક બાઇક પર પસાર થઇ રહ્યો હતો. તે દરમ્યાન ગાયે યુવક પર હુમલો કરતા યુવક બાઈક પરથી કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો. યુવક નીચે પડતાની સાથે જ ગાયે શિંગડા મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના બનતાની સાથે વિસ્તારમાં દોડભાગ થઇ ગઈ હતી.સ્થાનિકો ગાયને મારી દુર ભગાડવાની કોશિશ કરી રહ્યાં હતા, છતાં ગાય યુવકને છોડતી નહોતી. સ્થાનિકોએ ગાયને ભગાડવાની કોશિશ કરતા ગાયે સ્થાનિકો પર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન યુવક તેનો લાભ લઈને ત્યાંથી ભાગી ગયો હતો.

ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ યુવકની હાલત સ્થિર છે. ગાયના હુમલાની ઘટનાને લઇ સ્થાનિકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યાં છે. ઘાયલ યુવક દિનેશ ભગવાનભાઇ પ્રજાપતિ પોતાના ઘરેથી નોકરી જવા માટે નીકળ્યો હતો, ત્યારે ગાયે તેના પર હુમલો કર્યો હતો. હાલ યુવકની તબિયત સુધારા પર છે. ત્યારે જુઓ આ ઘટનાનો વીડીયો અહીં...












Click it and Unblock the Notifications
