સુરતમાં દલિતે જીવ ગુમાવતા, પોલિસ અને દલિત આમને સામને

એક બાજુ જ્યાં ઉના દલિત પ્રકરણ બાદ ઠેર ઠેર પોલિસ અને દલિતો આમને સામને આવી ગયા છે ત્યાં જ સુરતમાં બનેલી વધુ એક ઘટનાએ ફરી એક વાર સ્થિતિ વણસાવી છે. સુરતના મોટીવેડ નાયકામાં પોલિસ રેડ દરમિયાન એક દલિત યુવકનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં સ્થિત હાલ ભરેલા અગ્નિ જેવી થઇ ગઇ છે.

ધટના ક્રમ મુજબ સુરતમાં દારૂ પીધેલા યુવાનને મોટીવેડ નાયકાના પીએસઆઇએ માર માર્યો હતો. જેમાં યુવાનનું મોત થતા રોષે ભરાયેલા ટોળાએ પીએસઆઇને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં મોત પામનાર યુવાનનું નામ મહેન્દ્ર હતું. પોલિસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મોટીવેડમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે પોલિસે રેડ પાડી હતી.

surat, police, dalit case, news, gujarati, gujarat samachar, video, controversy

જેમાં પોલિસને જોઇને નાસભાગ થઇ હતી અને મહેન્દ્રને ફીટ આવતા તે પડી ગયો હતો હતો અને તેનું મૃત્યુ થયું હતું. જો કે સ્થાનિકો અને મૃતકના પરિવારજનોનો દાવો છે કે યુવાનનું મોત પોલિસ મારથી જ થયું છે. ત્યારે આ સમગ્ર પ્રકરણનો વીડિયો અને પીએસઆઇની પીટાઇનો વીડિયો વાયરલ થયા બાદ સ્થિતિ બગડી હતી. હાલ તો પીએસઆઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં જ આ ધટનાના વિરોધમાં મૃતકનો પાર્થિવ દેહ લેવાની પરિવારજનોએ ના પાડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X