For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ બેરોજગારીથી કંટાળી જુડવા દીકરીના બાપે આપઘાત કર્યો

સુરતઃ બેરોજગારીથી કંટાળી જુડવા દીકરીના બાપે આપઘાત કર્યો

|
Google Oneindia Gujarati News

સુરતઃ બેરોજગારીથી પરેશાન લોકો આત્મહત્યાનું વલણ અપનાવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવા પ્રકારની કિસ્સાઓમાં સતત વધારો થતો જોઈ રહ્યો છે. મહારાષ્ટ્ર મૂળના એક શખ્સે સુરતમાં ફાંસી લગાવી જીવન ટૂંકાવી દીધું છે. મૃતકની ઓળખ 36 વર્ષીય કૃષ્ણા પુંડલિકભાઈ મરાઠે તરીકે થઈ છે. પુંડલિકભાઈ ડ્રાઈવિંગ પ્રિંટિંગ મિલમાં કામ કરતા હતા.

suicide

પુંડલિકભાઈની પત્નીએ જણાવ્યું કે દિવાળી બાદથી જ તેમને કામ નહોતું મળી રહ્યું. તેમણે બીજી જગ્યાએ પણ કામ શોધ્યું, પરંતુ ક્યાંય કામ જ નહોતું મળી રહ્યું. એવામાં ઘર આર્થિક તંગીની જાળમાં ફસાઈ ગયું હતું. ઘરમાં એક જુડવા દીકરી અને એક દીકરાની પરવરિશમાં સમસ્યા થવા લાગી. જેનાથી પુંડલિકભાઈ તણાવમાં રહેવા લાગ્યા. આખરે બેરોજગારીથી કંટાળી ગુરુવારે પોતાના મકાનમાં જ તેમણએ ફાંસી લગાવી લીધી. પુંડલિકભાઈ મૂળ રૂપે મહારાષ્ટ્રના હતા.

જ્યારે વરરાજાનું ડાચું જોઈને જ દુલ્હને પાડી દીધી ના, કહ્યું કે...જ્યારે વરરાજાનું ડાચું જોઈને જ દુલ્હને પાડી દીધી ના, કહ્યું કે...

તેઓ થોડા વર્ષો પહેલાં જ સુરત આવ્યા હતા. અહીં કામ-ધંધો સારો ચાલી રહ્યો હતો, માટે તેઓ ગુજરાતમાં જ વસી ગયા. જો કે, આ દિવાળી બાદથી તેમની સમસ્યા વધી ગઈ. મંદીને પગલે રાજ્યમાં હજારો લોકો બેરોજગાર થયા. આવી રીતે ઘરમાં એકલા કમાનાર પુંડલિકભાઈની નોકરી પણ ચાલી ગઈ. પુંડલિકભાઈની પત્નીનું કહેવું છે કે જ્યારે તેઓ બેરોજગાર થયા તો હું પણ બીજાના ઘરમાં કામ કરવા લાગી.

જાનમાં જૂતાં ચોરીની રસમથી વરરાજો ભડકી ઉઠ્યો, દુલ્હન વિના જ પાછું જવું પડ્યુંજાનમાં જૂતાં ચોરીની રસમથી વરરાજો ભડકી ઉઠ્યો, દુલ્હન વિના જ પાછું જવું પડ્યું

English summary
Surat: father of two daughter killed him self because of unemployment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X