કિશોર ભજિયાંવાળાને ત્યાં આઇટીના દરોડોમાં હવે શું મળ્યું જાણો

Posted By:
Subscribe to Oneindia News

સુરતના ફાયનાન્સર કિશોર ભજિયાવાળાને આવકવેરા વિભાગની તપાસમાં અત્યાર સુધી અંદાજે 400 કરોડની સંપત્તિ હાથે લાગી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે 16 ડિસેમ્બરના રોજ આઇટીએ તેને ત્યાં રેડ પાડી હતી. ઉધનાના ફાઇનાન્સર તેવા કિશોર ભજિયાવાળાની પાસેથી પ્રાથમિક તપાસમાં 90 કરોડની સંપત્તિના દસ્તાવેજ, 180 કિલો ચાંદી અને 2.50 કરોડની ઝવેલરી મળી હતી.

kishor bhajiyawala

ત્યારે આજે બીજા દિવસની તપાસમાં ત્રણ લોકરમાંથી પાંચ લાખની રોકડ, સોનું-ચાંદીને ડાયમંડના ઝવેરાત સહિત પાંચ કરોડની મત્તા મળી આવી છે. અને હજી પણ તપાસ ચાલુ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગ કિશોરભાઇની કાળી કમાણી અંગે તપાસ કરી રહ્યા છે. જેમાં એક પછી એક મોટો ખુલાસા થઇ રહ્યા છે.

જો કે મીડિયા દ્વારા જ્યારે કિશોરભાઇને તેમના કાળા નાણાં અંગે પૂછવામાં આવ્યું. તો તેમને તમામ સવાલો પર કંઇક પણ બોલવાની ના પાડી હતી. નોંધનીય છે કે આઇટી સર્ચમાં ઉધના શાખાની પીપલ્સ કો ઓપરેટિવ બેંકમાંથી કિશોર ભાઇના 16 લોકર મળી આવ્યા છે. જેની તપાસ હાલ ચાલુ છે.જેમાં કિશોરભાઇની આ અદ્ધધ કમાણી મળી આવી છે.

English summary
Surat: Financer Kishore Bhajiawala's premises raided by IT. Assets worth Rs 400cr (appx) in cash, bullion,jewellery & property papers found.
Please Wait while comments are loading...