સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 19 લોકોના મોત

સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 19 લોકોના મોત

સુરતઃ સુરતના થરસાણામાં આવેલ તક્ષશિલા નામની એક ઈમારતમાં ભીષણ આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ મચ્યો છે. જે ઈમારતમાં આગ લાગી છે, તેમાં કેટલાય લોકો ફસાયેલા છે. તેમને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને આજુબાજુના લોકોની મદદથી બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સંવેદના જતાવી છે. જ્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

fire

જણાવવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગના બીજા માળ પર સ્થિત ઈન્સ્ટીટ્યૂટમાં આગ લાગી છે. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદી ગયા હતા. કેટલાક લોકો ઘટનામાં પોતાનો જીવ ગુમાવી બેઠા. અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જો કે હજુ તેની પુષ્ટિ નથી થઈ શકી. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. મૃતકોની ઓળખ નથી થઈ શકી.

fire

સુરતના સરથાના વિસ્તારમાં એક ઈમારતના બીજા માળ પર આગ લાગી છે. ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની 18 ગાડીઓ પહોંચી ગઈ છે. હજુ સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ નથી જાણી શકાયું. આ ભયંકર દુર્ઘટનામાં 19 લોકો મૃત્યુ પામ્યા છે. હજુ પણ આંકડો વધી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- આ ચૂંટણી કોંગ્રેસ નહીં, પરંતુ જનતા હારી છે: હાર્દિક પટેલ

પીએણ મોદીએ ઘટના પર દુખ જતાવતા કહ્યુ્ં કે સુરતમાં લાગેલ આગની ઘટનાથી દુખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવાર સાથે છે. ઘાયલોને જલદી જ સ્વસ્થ થવાની કામના કરું છું. ગુજરાત સરકાર અને સ્થાનિક અધિકારીઓને પ્રભાવિત લોકોને દરેક સંભવ મદદ પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મૃતકોના પરિજનો માટે 4 લાખની સહાયતાની ઘોષણા કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X