આ ચૂંટણી કોંગ્રેસ નહીં, પરંતુ જનતા હારી છે: હાર્દિક પટેલ
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોંગ્રેસનું નેતૃત્વ ધરાવતા યુપીએ માટે મોટો ફટકો પડ્યો છે. દેશભરમાં ફરી એકવાર તેમની શર્મનાક હાર થઇ છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોંગ્રેસનું નેતૃત્વ ધરાવતા યુપીએ માટે મોટો ફટકો પડ્યો છે. દેશભરમાં ફરી એકવાર તેમની શર્મનાક હાર થઇ છે. ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહીત ઘણા રાજ્યોમાં ભાજપે બધી જ સીટો જીતી લીધી છે. કોંગ્રેસને ગુજરાતમાં હાર્દિક પટેલની રેલીઓનો પણ કોઈ ફાયદો નથી મળી શક્યો. કોંગ્રેસની શર્મનાક હાર પર હાર્દિક પટેલે ગુરુવારે મતગણતરી દરમિયાન ટવિટ કરીને કહ્યું કે, "આ ચૂંટણી કોંગ્રેસ નહીં, બેરોજગારી હારી, શિક્ષા હાર્યું, ખેડૂત હાર્યો, મહિલાનું સમ્માન હાર્યું, સામાન્ય માણસ સાથે જોડાયેલો દરેક મુદ્દો હાર્યો છે, એક આશા હારી છે, સાચું કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે"
આ પણ વાંચો: ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસને હાથ લાગી માત્ર નિરાશા

પહેલા કહ્યું, દેશમાં જનતાના ચહેરા પર ખુશી નથી
હાર્દિક પટેલે આગળ કહ્યું કે કોંગ્રેસે ઈમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રજુ કરી. ભાજપને જનતાએ નહીં પરંતુ બેઈમાનીએ જીતાડ્યા. તમે મને ગાળો આપી શકો છે, પરંતુ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના ચહેરા પર ખુશી નથી. આ લડાઈ માટે હું કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓને સલામ કરું છું.

ત્યારપછી નરમ પડ્યા હાર્દિક પટેલ
ત્યારપછી બપોરે દોઢ વાગ્યે હાર્દિક પટેલે ફરી ટવિટ કરવાનું ચાલુ કર્યું. આ વખતે તેમને કહ્યું કે લોકસભા ચૂંટણી જીતનાર બધા જ ઉમેદવારોને શુભકામના આપું છું. એટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલે કવિતા પણ શેર કરી, જે આ પ્રકારે છે..
रुकना नहीं घबराना नहीं
तेरी है जमी तो बढ़ता चल
तुझे रुकना नहीं तुझे झुकना नहीं
घबराना नहीं
तेरी है जमी तू बढ़ता चल
तारों के हाथ पकड़ता चल
तू एक हज़ार है लाखों में
तू बढ़ता चल तू बढ़ता चल
ये रात नयी वह सुबह नयी
हो ये रात नयी वह सुबह नयी

ત્યારપછી બીજી પણ કેટલીક પંક્તિઓ શેર કરી
जनमत स्वीकार, हार स्वीकार,
संघर्ष के लिए हम फिर तैयार,
चलते रहेंगे हौसलों के साथ,
दिल में लेकर सरदार-नेहरु-गांधी के विचार !
દેશવાસીઓના જનાદેશનો સ્વીકાર કરું છું, કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરું છું. લડીશું અને જીતીશું, જય હિન્દ, જય ભારત












Click it and Unblock the Notifications
