For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત આગ: જેને લોકો હીરો કહી રહ્યા છે, પોલીસે તેને મુખ્ય આરોપી તરીકે પકડ્યો

સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાંથી જેને બે છોકરીઓની જીંદગી બચાવી હતી, તે ભાર્ગવ બુટાનીની પોલીસે મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાંથી જેને બે છોકરીઓની જીંદગી બચાવી હતી, તે ભાર્ગવ બુટાનીની પોલીસે મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. કોચિંગ સેન્ટરમાં લાગેલી આગના વાયરલ થયેલા વીડિયોમાં, ભાર્ગવ સેન્ટરના ત્રીજા અને ચોથા માળેથી કૂદી રહેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વિડીયો જોઈને, સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓએ તેમના સાહસને જોઈને હીરો કહ્યા. પરંતુ, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ હવે આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે અને ધરપકડમાં લાગેલી છે, ત્યારે એક આશ્ચર્ય જનક વાત સામે આવી છે.

આ પણ વાંચો: સુરત ઘટના: અમદાવાદમાં બે મહિના માટે ટ્યુશન ક્લાસો પર પ્રતિબંધ

જે કોચિંગના સંચાલક છે, તે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો, પકડાઈ ગયો

જે કોચિંગના સંચાલક છે, તે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો, પકડાઈ ગયો

ભાર્ગવ બુટાની સરથાણા જકાતનાકા પાસે તક્ષશીલા આર્કેડમાં સ્માર્ટ ક્લાસિસનો સંચાલક છે. પોલીસે તેને એટલા માટે પકડ્યો છે કારણ કે તેના ક્લાસીસના વિદ્યાર્થીઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. આ બિલ્ડિંગમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને અંદર આગ બુઝાવવા લાયક પાણી પણ ઉપલબ્ધ નહોતું. જોકે, પોલીસ દ્વારા ભાર્ગવની ધરપકડનો ઘણા વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ વિરોધ કરી રહ્યા છે.

'જો ભાર્ગવ ન હોતા તો અમે બચી ન શકતા, તે તો ભગવાન સમાન છે'

'જો ભાર્ગવ ન હોતા તો અમે બચી ન શકતા, તે તો ભગવાન સમાન છે'

આગ દુર્ઘટનામાં બચેલી એક વિદ્યાર્થી ઊર્મિ વેકરિયાએ ભાર્ગવનો પક્ષ લેતા કહ્યું કહ્યું, "ભાર્ગવ સરના કારણે આગની ચપેટમાં આવેલા ઘણા વિદ્યાર્થીઓનો જીવ બચી ગયો છે. તે પોતાના ઍપાર્ટમેન્ટમાં આગ જોયા પછી ભાગ્ય નહિ, પરંતુ આગનો સામનો કરીને મને અને મારી ફ્રેન્ડને બચાવી. તે ભગવાન સમાન છે, જો તેઓ ન હોતા તો અમે ન બચી શકતા. "

વીડિયોમાં બચાવતા જોવા મળ્યા

વીડિયોમાં બચાવતા જોવા મળ્યા

ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં, તે જોઈ શકાય છે કે ભાર્ગવ બિલ્ડિંગના આગળના ભાગમાં લટકીને વિદ્યાર્થીઓને બચાવી રહ્યા છે. જ્યાં સુધી ફાયર બ્રિગેડની ક્રેન પહોંચી ન હતી ત્યાં સુધી કેટલાક લોકો વિદ્યાર્થીઓને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

23 લોકો મૃત્યુ પામ્યા, 20 ઘાયલ

23 લોકો મૃત્યુ પામ્યા, 20 ઘાયલ

એવું કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે ઇમારતમાં 60 વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હતા. જોકે, કોચિંગ સેન્ટરમાં પર્યાપ્ત સુવિધાઓની અછત હોવાને લીધે અને ફાયર બ્રિગેડ નિષ્ફળતાને લીધે 20 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા, 3 અન્ય લોકો પણ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત, આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.

અમદાવાદમાં 2 મહિના સુધી ટ્યુશન ક્લાસીસ ચાલશે નહિ

અમદાવાદમાં 2 મહિના સુધી ટ્યુશન ક્લાસીસ ચાલશે નહિ

આ ઘટના પછી અમદાવાદમાં બધા ટ્યુશન ક્લાસીસ આગામી બે મહિના સુધી બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પોલીસે આવાસીય અને વ્યાપારી મકાનો પર છાપા મારીને બાળકોના ટ્યુશન બંધ કરાવ્યા છે અને ફાયર સેફ્ટી સિસ્ટમની તપાસ શરૂ કરી દીધી છે.

English summary
Surat fire tragedy: police arrested Bhargava Bautani as main accused
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X