સુરતઃ 3 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા

સુરતઃ 3 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા

સુરતમાં 3 વર્ષની માસૂમ બાળા પર જઘન્ય કૃત્ય આચરનાર નરાધમને ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ફાંસીની સજા સંભળાવી છે. ઘટના ઓક્ટોબર 201ની છે જ્યારે બાળકી પોતાના ઘરેથી લાપતા થઈ ગઈ હતી અને પછી અવાવરુ બંધ બિલ્ડિંગમાંથી પ્લાસ્ટિક બેગમાં પૂરેલી હાલતમાં બાળકીની લાશ મળી હતી.

gujarat high court

આરોપીની ઓળખ અનિલ યાદવ તરીકે થઈ છે જે મૂળ રુપે બિહારનો રહેવાસી છે અને મજૂરી કામ કરવા માટે સુરત આવ્યો હતો, આરોપી પીડિતાના પરિજનોને ઓળખતો હોવાનું પણ સામે આવ્યું છે. ગયા વર્ષ 14 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બન્યાના થોડા દિવસો બાદ જ આ ઘટનાએ પણ સુરતવાસીઓને ધ્રુજાવી મૂક્યા હતા, જેને પગલે ગુજરાતમાં બિહાર અને યૂપીના માઈગ્રન્ટ્સ પર હુમલા થવા શરૂ થઈ ગયા હતા.

જણાવી દઈએ કે જઘન્ય અપરાધ બાદ આરોપી અનિલ યાદવ બિહાર ભાગી ગયો હતો, જો કે પોલીસે તેને જલદી જ પકડી પાડ્યો હતો. બાદમાં સુરતમાં સ્પેશિયલ કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી, ચુકાદા વખતે 38 સાક્ષીઓના નિવેદન તેમજ તબીબી અને પરિસ્થિતિગત પુરાવાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X