હાર્દિકને છોડાવવા માટે સુરતમાં પાટીદારોની વિશાળ બાઇક રેલી

Subscribe to Oneindia News

સુરતમાં પાટીદારોએ પાસ કન્વીરન હાર્દિક પટેલને જેલમાંથી છોડાવવા માટે બાઇક રેલીનું આયોજન શુક્રવારે રાતે કરવામાં આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. અંદાજે 20 હજાર જેટલા પાટીદારો જય સરદાર અને જય પાટીદારના નાર સાથે યોગી ચોકથી માનગઢ ચોક પહોંચી ગયા હતા. જેમા તેઓ અલગ અલગ સાત સ્થળેથી રેલી નીકળી હતી. હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદારોએ આ શક્તિ પ્રદર્શન કર્યું હતું.

SURAT

વિધ્નહર્તા નામની આ રેલીમાં ભાજપના નેતા નાનું વાનાણી વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. તેણે હાર્દિકને 14 પાટીદારોના હત્યારો ગણાવ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરો પણ આ રેલીમાં જોવા મળ્યા હતા. આ રેલીમાં યુવાનો હાર્દિકને છોડવા અને અનામતની માંગ કરી રહ્યા હતા. રેલી આકર્ષણ બની રહે તે માટે એક યુવક હાથમાં હળ લઈ ટેમ્પો પર ચઢી ગયો હતો. રેલીની આગળ એક ડી. જે. સાઉન્ડ સિસ્ટમવાળો ટેમ્પો પણ હતો. અનામતને લગતા બનાવેલા ગીતો પર પાટીદારો નાચી રહ્યા હતા. બીજી તરફ, રેલીના કારણે લોકોને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા દરેક ત્રણ-ચાર રસ્તા ઉપર 10થી વધુ પોલીસ કર્મચારીઓને ટ્રાફિક વ્યવસ્થા માટે ગોઠવ્યા હતા. રેલી વરાછા મેઇન રોડ પર આવ્યા બાદ દરેક ગલીઓમાંથી પાટીદાર યુવકો તેમાં જોડાયા હતા. આ રેલીમાં યુવકો હાર્દિકને છોડવા અને અનામતની માગણીની બૂમો પાડતા સાંભળવા મળ્યા હતા.

English summary
Surat : Huge Bike rally took place by Patidar youth with demand of releasing Hardik Patel

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.