સુરતઃ નકલી PSI બની લોકોને છેતરતો ઠગ પકડાયો

Subscribe to Oneindia News

સુરતની એસઓજીની ટીમે નકલી પીએસઆઇ કિરીટ રાવળને કોસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ દગાબાજ રાવળે લોકોને પોલીસ ખાતામાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દગાબાજ રાવળ અમરેલી-વરાછા વિસ્તારનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તે અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના 15 લાખ રૂપિયા ચાંઉ કરી ચૂક્યો છે.

PSI

મળતી માહિતી મુજબ અમરેલી અને કાપોદ્રા વિસ્તારમાં નકલી પીએસઆઇ ફરી રહ્યો હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી. જેથી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે આ દિશામાં વર્કઆઉટ શરૂ કર્યુ હતું. તે દરમિયાન નકલી પીએસઆઇ ઉત્રાણ બસસ્ટેન્ડ પાસે આવવાનો હોવાની બાતમી મળતા એસઓજી એ વોચ ગોઠવી ટુ વ્હિલર પર આવેલા કિરીટ દેવેન્દ્ર રાવળિયાને ઝડપી પાડ્યો હતો.

કિરીટ રાવળિયાએ નકલી પીએસઆઇના નામે રોફ જમાવી લાખો રૂપિયા ઓહિયા કર્યા છે. કાયમ પોલીસનો ખાખી યુનિફોર્મ પહેરીને ફરતો રાવળિ લોકોને પોલીસખાતામાં ભરતી કરાવવાના નામે નાણાં પડાવી લેતો હતો. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં ભોગ બનનારા લોકો અને ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે.

English summary
Surat: Name of police recruitment fake psi has arrested.Read here more.
Please Wait while comments are loading...