સુરતમાં મકાન ધારાશયીની બીજી ઘટના, એક મહિલાનું મોત
સુરત શહેરમાં મકાન ધારાશયની ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. સુરતમાં એક સપ્તાહમાં મકાન ધારાશયીની આ બીજી ઘટના છે.
સુરત શહેરમાં એક સપ્તાહમાં બીજી વાર મકાન ધરાશાયીની ઘટના બની છે. વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં મંગળવારે સવારે મકાન ધારાશયીની ઘટના બની હતી. અહીં જુના મકાનને તોડવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ મકાનની પાછળનો ભાગ ધરાશાયી થતાં બે મહિલાઓ કાટમાળ નીચે દબાઇ ગઇ હતી.

તસવીર પ્રતિકાત્મક છે.
ઉપલબ્ધ માહિતી અનુસાર, બાજુના મકાનમાં કામ કરતી બે મહિલાઓ આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બંન્ને મહિલાઓને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ એક મહિલાને મૃત જાહેર કરી હતી. મૃત્યુ પામનાર મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ જ સપ્તાહમાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં એક જુનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયું હતું અને એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.












Click it and Unblock the Notifications
