For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ, કમિશ્નર સતીશ શર્માએ કરી ઘોષણા

હવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ

|
Google Oneindia Gujarati News

સુરતઃ પોતાના સખ્ત વલણને કારણે ચર્ચામાં રહેનાર પોલીસ કમિશ્નર સતીશ શર્માએ સુરતના પોલીસકર્મીઓ માટે નરમ ફેસલો લઈને સૌને ચોંકાવી દીધઆ છે. તેમણે જાહેરાત કરી કે સુરતના પોલીસકર્મીઓ હવે વીકલી-ઑફ લઈ શકશે. સિપાહીઓ હવે અઠવાડિયામાં એક દિવસ પોતાના પરિજનો સાથે વિતાવી શકશે. સતીશ શર્માએ આ આદેશ પોલીસને પબ્લિક ફ્રેન્ડલી બનાવવાના ઈરાદે જાહેર કર્યો છે.

satsh sharma

એટલું જ નહિ, તેમના એક આદેશ મુજબ વિવિધ સ્થળે બેરીકેટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે તેમણે ફેસલો લીધો છે કે અઠવાડિયા દરમિયાન ડ્યૂટી નિભાવ્યા બાદ પોલીસકર્મીને પણ રજા મળવી જરૂરી છે. આના માટે સેવારત પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને અઠવાડિયામાં એક દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું કે દર રવિવારે સ્ટેશન અધિકારીને વીકલી-ઑફ રહેશે અને તે દિવસે પોલીસ સ્ટેશનનો ચાર્જ પોલીસ સ્ટેશનના દ્વિતીય પીઆઈ અથવા સીનિયર પીએસઆઈ સંભાળશે.

પોલીસ ઈન્સ્પેક્ટર અને અન્ય પીઆઈને રોટેશન મુજબ વીકલી-ઑફ મળશે. વીકલી-ઑફ રોટેશન પોલીસ કમિશ્નરની ઑફિસથી જાહેર કરવામાં આવશે. વીકલી-ઑફના દિવસે હેડ ક્વાર્ટર કોઈપણ હાલતમાં છોડી નહિ શકાય. અન્ય કોઈપણ રજાના દિવસને વીકલી-ઑફ સાથે જોડાવામાં આવશે નહિ.

આ પણ વાંચો- સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર

English summary
Surat police commissioner Satish Sharma Given Weekly off for Cops
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X