For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ વર્ષ 2014 થી લઈને અત્યારસુધીમાં 838 આતંકીઓને મારી નાખ્યા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ વર્ષ 2014 થી લઈને અત્યારસુધીમાં 838 આતંકીઓને મારી નાખ્યા છે. સંસદમાં સરકારે સવાલનો જવાબ આપતા જણાવ્યું કે તેમની સરકાર આવ્યા પછી ઘાટીમાં કેટલા આતંકીઓને મારી નાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ સેના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018 દરમિયાન પાકિસ્તાન ઘ્વારા છેલ્લા 15 વર્ષોમાં સૌથી વધારે વખત સીઝફાયર ઉલ્લંગન કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે છેલ્લા સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 183 નાગરિકોની મૌત થઇ છે.

આ પણ વાંચો: આર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગ

2014 થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધી કુલ 1213 આતંકી ઘટનાઓ થઇ

2014 થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધી કુલ 1213 આતંકી ઘટનાઓ થઇ

કેન્દ્રીય મંત્રી હંશરાજ આહીરે સંસદમાં કહ્યું કે 2014 થી લઈને 31 ડિસેમ્બર 2018 સુધી કુલ 1213 આતંકી ઘટનાઓ થઇ છે, જેમાંથી 838 આતંકવાદીઓની મૌત અને 183 નાગરિકો માર્યા ગયા છે. કેન્દ્રીય મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દરમિયાન 6 આતંકી ઘટનાઓ દેશના અલગ અલગ ભાગોમાં થઇ છે. જેમાં 11 નાગરિકોની મૌત અને 7 આતંકીઓ માર્યા ગયા છે.

ગયા વર્ષે પાકિસ્તાને 2936 વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું

ગયા વર્ષે પાકિસ્તાને 2936 વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાને સીમા પર સીઝફાયર ઉલ્લંગનની બધી જ હદો પાર કરી નાખી છે. રિપોર્ટ અનુસાર ગયા વર્ષે પાકિસ્તાને 2936 વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે, જેને છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સેનાના એક અધિકારી અનુસાર 2018 દરમિયાન થયેલા સીઝફાયરમાં 61 લોકોની મૌત અને 250 લોકો ઘાયલ થયા છે. તેમને કહ્યું કે વર્ષ 2003 પછી પહેલીવાર ગયા વર્ષે પાકિસ્તાન તરફથી સૌથી વધારે 'હેવી ફાયરિંગ' જોવા મળી.

પાકિસ્તાને ત્રણ ગણા કરતા પણ વધારે વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું

પાકિસ્તાને ત્રણ ગણા કરતા પણ વધારે વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું

રિપોર્ટ અનુસાર વર્ષ 2017 ની તુલનામાં વર્ષ 2018 દરમિયાન પાકિસ્તાને ત્રણ ગણા કરતા પણ વધારે વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે. વર્ષ 2017 દરમિયાન પાકિસ્તાન તરફથી 971 વાર સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં 31 લોકોની મૌત અને 12 લોકો ઘાયલ થયા હતા. જયારે 19 સુરક્ષાબળોની મૌત અને 151 ઘાયલ થયા હતા.

English summary
838 terrorists killed in since 2014 in Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X