આર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગ

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે દેશમાં કટ્ટરતાએ એક નવુ રૂપ ધારણ કરી લીધુ છે.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે દેશમાં કટ્ટરતાએ એક નવુ રૂપ ધારણ કરી લીધુ છે. જનરલ રાવત બુધવારે રાયસીના ડાયલૉગ 2019માં બોલી રહ્યા હતા. અહીં તેમણે આ નિવેદન આપ્યુ. જનરલ રાવતની માનીએ તો યુવાનોને ખોટી જાણકારી આપીને કટ્ટરતા તરફ ધકેલવામાં આવી રહ્યા છે. તેમને ધર્મના નામે ભડકાવામાં આવી રહ્યા છે અને હવે આ એક નવા પ્રકારનું યુદ્ધ બની ચૂક્યુ છે. આ સાથે તેમણે અહીં સોશિયલ મીડિયાના વધતા નકારાત્મક પ્રભાવ વિશે પણ વાત કરી.

general bipin rawat

જનરલ રાવતે કહ્યુ કે જમ્મુ કાશ્મીરના યુવાનોના દિમાગમાં ખોટી જાણકારીઓ નાખવામાં આવી રહી છે. તેમને ધર્મના નામે ભડકાવામાં આવી રહ્યા છે અને કટ્ટરતાના રસ્તે વાળવામાં આવી રહ્યા છે. જનરલ રાવતના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા આ હેતુમાં સૌથી વધુ કારગત સાબિત થઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે આ પ્લેટફોર્મ દ્વારા આતંકી સંગઠનોને ફંડ સરળતાથી મળી જાય છે.

જનરલ રાવતે કહ્યુ, 'સૌથી મોટો મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કટ્ટરતાનો પ્રસાર કોઈ ખોટી માહિતી દ્વારા ન થાય.' જનરલ રાવતની માનીએ તો સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરતાનો પ્રચાર કરીને ફંડ ભેગુ કરવુ આજકાલ આતંકી સંગઠનો માટે સૌથી મોટુ કારણ બની ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X