પશુપાલકોનો રોષ, રખડતા પશુને પકડવા ગયેલ ટીમ પર હુમલો

Subscribe to Oneindia News

સુરતના ઉધના વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના વિસ્તારના નિવાસીઓએ ફરિયાદ કરી હતી કે, વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ વધતો જાય છે. આથી પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, પશુપાલકોને આ વાતની જાણ થતાં તેમણે કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો.

cow

કોર્પોરેશનની ટીમ જયારે રખડતા પશુઓને પકડી રહી હતી તે દરમિયાન પશુપાલકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને તેમણે કોર્પોરેશનની ટીમ જોડે ઉગ્ર બોલાચાલી કરી હતી. ટોળામાંના કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી દીધો હતો.

આ અંગે જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પશુપાલકો પોલીસની પણ સામે થયા હતા અને આ કારણે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે આ મામલે કેટલાક લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Surat : Udhna area animal kepting team attack by people .
Please Wait while comments are loading...