For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફર પર દુષ્કર્મ ગુજારનારની ધરપકડ

બાંદ્રા-જયપુર અરાવલી એક્સપ્રેસ ટ્રેનમાં વેઇટરે મહિલા મુસાફરને સીટ અપાવવાના બહાને પેન્ટ્રીમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

બાંદ્રા-જયપુર અરાવલી એકપ્રેસ ટ્રેનમાં સીટ આપવાના બહાને એક વેઇટરે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના બની છે. મુંબઈથી જયપુર જતી મહિલાને સુરત રેલવે સ્ટેશન​ નજીક​ વેઈટરે સીટ અપાવવાના બહાને પેન્ટ્રી કારમાં બોલાવી હતી અને ત્યાર બાદ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. 32 વર્ષીય મહિલાએ જયપુર પહોંચી આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરતાં, ઝીરો નંબરથી ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી હતી. સુરત રેલવે પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મંગળવારે રેલવે પોલીસે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, આરોપી અઝહર ખાનની ધરપકડ કરવામાં આવી છે.

surat

મળતી માહિતી મુજબ, 9 જૂનના રોજ મુંબઈના બાન્દ્રામાં નર્સિંગ સાથે સંકળાયેલી મહિલા તેની બહેનપણી સાથે મુંબઈથી જયપુર જવા નીકળી હતી. બાંદ્રા-જયપુર અરાવલી એક્પ્રેસ ટ્રેન નંબર 19707માં નીકળેલી મહિલાની ટીકિટ કન્ફર્મ ન હતી, આથી તે સીટ મેળવવા પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન પેન્ટ્રી કારમાં વેઈટર તરીકે કામ કરતાં અઝહરે તેનો સંપર્ક સાધ્યો હતો. તેણે મહિલાને જણાવ્યું હતું કે, ટીસી સાથે ટીકિટના મુદ્દે વાત થઈ ગઈ છે. સીટ મળી જશે.

જો કે, પછીથી મહિલા પર વેઇટરની દાનત બગડતાં તેણે મહિલાને પેન્ટ્રી કારમાં બોલાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. ટ્રેન સુરત અને ભરૂચ વચ્ચેથી પસાર થઇ રહી હતી તે દરમિયાન તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાને કહ્યું હતું કે, આ અંગે જો તે કોઈને કહેશે તો તેને મારી નાંખી, ટ્રેનમાંથી નીચે ફેંકી દેશે. સાથે જે તેણે મહિલાની બહેનપણીને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. આથી ટ્રેનની મુસાફરી દરમિયાન મહિલા ડરીને ચુપ બેસી રહી હતી. પરંતુ જયપુર સ્ટેશન પર પહોંચતાની સાથે જ તેણે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જયપુર પોલીસે ફરિયાદ ઝીરો નંબરથી ટ્રાન્સફર કરી સુરત પોલીસને મોકલી આપી હતી. જેથી સુરત રેલવે પોલીસે આઈપીસીની 376 મુજબની ફરિયાદ નોંધી હતી​.

English summary
Waiter rapped a lady passenger in the pantry room of the Bandra-Jaipur Aravali express train.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X