For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં બનશે હેલિપેડ સાથેની સ્ટેમસેલ હોસ્પિટલ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 ઓગસ્ટ : રાજ્યની સૌપ્રથમ સ્ટેમસેલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતના સુરતમાં આકાર લઈ રહી છે. આ હોસ્પિટલનું કામ આવનારા બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્ય કે દેશ બહારના ડોકટરો સમય બચાવીને ઈમર્જન્સીમાં હોસ્પિટલ સુધી તાત્કાલિક પહોંચી શકે તે માટે હોસ્પિટલના ટેરેસ પર બે હેલિપેડ પણ બનાવવામાં આવશે. રાજ્ય સરકાર નિર્મિત સ્ટેમસેલ હોસ્પિટલમાં 10 માળ હશે.

રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે હેલિપેડની સુવિધા સાથેની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર કરવાના પ્રોજેકટ માટે મેગા સિટી બનવા તરફ આગળ વધી રહેલા સુરત શહેરની પસંદગી કરી છે. શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બનનારી 10 માળની સ્ટેમસેલ હોસ્પિટલ અને એજ્યુકેશન સેન્ટરના ટેરેસ પર બે હેલિપેડની સુવિધા ઉપલબ્ધ કરાશે.

surat-location-map

આ સુવિધા ઈમર્જન્સી કેસમાં દર્દીને એર એમ્બ્યુલન્સમાં આ હેલિપેડ થકી તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી શકાય તે માટે ઉભી કરવામાં આવી રહી છે. સુરતમાં બનનારી સ્ટેમસેલ હોસ્પિટલ રાજ્યની સૌપ્રથમ સ્ટેમસેલ હોસ્પિટલ હશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર રૂપિયા 200 કરોડનો ખર્ચ કરશે. આ સ્ટેમસેલ હોસ્પિટલમાં સારવાર સુવિધાની સાથે રિસર્ચ સેન્ટર પણ ઊભું કરાશે તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન સેન્ટર પણ કાર્યરત કરાશે.

સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કવાર્ટર્સ અને ફિઝિયોથેરાપી કોલેજ પાસેની ખુલ્લી જગ્યામાં હાલમાં સ્ટેમસેલ હોસ્પિટલનું નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો મહેશ વાડેલે જણાવ્યું કે "સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્ટેમસેલ હોસ્પિટલનું નિર્માણકાર્ય શરૂ થઇ ચૂક્યું છે. 10 માળની આ હોસ્પિટલ અત્યાધુનિક સુવિધા સાથે નિર્માણ પામશે. આ પ્રોજેકટ માટે સરકારે રૂપિયા 200 કરોડ મંજૂર કર્યા છે, જેમાં રૂપિયા 100 કરોડનો ખર્ચ સ્ટ્રકચર ઊભું કરવા માટે કરાશે અને બાકીના રૂપિયા 100 કરોડ ઈન્સ્ટ્રુમેન્ટ્રસ તેમજ મશીનરી અને જરૂરી ફર્નિચર માટે ખર્ચ કરવામાં આવશે.

English summary
Surat will have stem cell hospital with helipad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X