સુરતમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન, કોંગ્રેસમાં જોડાવા પર વિરોધ

Subscribe to Oneindia News

હાર્દિક પાસ અને કોંગ્રેસ વચ્ચે જે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. તેમાં સમગ્ર દેશના રાજકારણની નજર હાર્દિકની પ્રેસ કોન્ફરન્સ ઉપર હતી, પાટીદારો પણ હાર્દિક શું વિસ્ફોટ કરે છે તેની પર નજર રાખી રહ્યા હતા. જોકે બુધવારે હાર્દિકે જે બાબતો પ્રેસ કોન્ફર્ન્સમાં ઉચ્ચારી તેનાથી પાસના અને પાટીદાર સમાજના લોકો ખુશ નથી. અને પોતાના વિરોધને દર્શાવવા જ સુરત ખાતેના હીરાબાગ વિસ્તારમાં કેટલાક યુવકોએ હાર્દિકનું પૂતળું બાળીને વિરોધ કર્યો હતો.

hardik patel

સાથે જ હાર્દિક હાય હાયના નારા લગાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ યુવાનો ભાજપ પ્રેરિત હતા જેઓ એવું દર્શાવવા માંગે છે કે પાસ અને પાટીદારો હાર્દિક વિરોધી થઈ રહ્યા છે તો વળી હાર્દિકનું રટણ સતત એજ છે કે તેને સમાજનો પૂરતો સપોર્ટ છે. જો કે આ દરમિયાન ખોડલધામે ગત રોજ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ હાર્દિકને સપોર્ટ કરતા નથી.

English summary
Surat Youth protested against Hardik Patel. Read here this news in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.