સુરેન્દ્રનગર: ક્ષત્રિય સમાજે રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું, શા માટે વિરોધ?
Lok sabha Election 2024, Surendranagar: સુરેન્દ્રનગર શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ રાજા મહારાજાઓ વિશેની તેમની ટિપ્પણીથી નારાજગી વ્યક્ત કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, રાજાઓ લોકોની જમીનો આંચકી લેતા હતા. આ ટીપ્પણીઓ બાદથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા કોઈ માફી માંગવામાં આવી નથી.

નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ઘણી વખત માફી માંગવા છતાં તેમની ટિપ્પણીનો ક્ષત્રિયો પહેલાથી જ વિરોધ કરી રહ્યા છે. રાહુલ ગાંધીના નિવેદનથી તણાવ વધુ વધી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલી રોટી બેટીની ટિપ્પણી અંગે કોઇ પ્રકારનો વિરોધ જોવા મળ્યો ન હતો. જે અંગે કોંગ્રેસ નેતાઓએ સવાલ ઉઠાવ્યા હતા.
વિરોધ કરી રહેલા યુવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજે કોઈ રાજકીય પક્ષના હાથા બનવાની જરૂર નથી, અને પ્રતિકાત્મક વિરોધ રૂપે સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું હતું.












Click it and Unblock the Notifications
