For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેન્દ્રનગરની સરોડી પ્રાથમિક શાળાને વિશ્વ પર્યાવરણ દિવસે મળ્યો બેસ્ટ ગાર્ડન કેમ્પસ અવૉર્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની સરોડી પ્રાથમિક શાળાને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટીચર એજ્યુકેશન તરફથી બેસ્ટ ગાર્ડન કેમ્પસ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

સુરેન્દ્રનગરઃ થાનગઢની સરોડી પ્રાથમિક શાળાને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટીચર એજ્યુકેશન તરફથી બેસ્ટ ગાર્ડન કેમ્પસ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટીચર એજ્યુકેશન અને આઈઆઈટી ગાંધીનગર SASCWના અધિકારીઓએ ગુજરાત રાજ્યની કુલ 180 શાળાઓમાંથી વિગતો મંગાવી 5 શાળાની બેસ્ટ ગાર્ડન અવૉર્ડ માટે પસંદગી કરવાની હતી. આ 5 શાળાઓમાં સરોડી પ્રાથમિક શાળાની પસંદગી થતા શાળાના શિક્ષક સ્ટાફ, ગામ લોકો અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

sarodi school

સરોડીની પ્રાથમિક શાળા 8 વિઘા જમીનમાં ફેલાયેલી છે. શાળાના પ્રાંગણમાં ફૂલ, શાકભાજી, ફળ, ઔષધિ સહિત કુલ 1500થી 2000 જેટલા વૃક્ષો વાવેલા છે. સરોડી પ્રાથમિક શાળામાં બાળકોને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે બહારનુ તાપમાન 43 થી 44 ડિગ્રી હોય ત્યારે સરોડી પ્રાથમિક શાળામાં 37થી 38 ડિગ્રી જેટલુ તાપમાન રહેતુ હોય છે. શાળામાં બાળકોની સંખ્યા 450 છે જ્યારે બાળકો કરતાં વૃક્ષોની સંખ્યા વધુ છે.

શાળાના આચાર્ય કેતનભાઈના જણાવ્યા મુજબ શાળાના ગાર્ડનમાં ઔષધિ બાગમાં અરડૂસી, અશ્વગંધા, પર્સટતી, ગિલોય, એલોવેરા, તુલસી, મિન્ટ, શતાવરી, અજમો, ડમરુ જેવી ઔષધિ વાવવામાં આવી છે. કિચન ગાર્ડનમાં કોબીજ, ફ્લાવર, ટામેટા, રિંગણ જેવા અલગ અલગ શાકભાજી વાવવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં વેસ્ટમાંથી બેસ્ટ સુશોભન કરવામાં આવ્યુ છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર અને વાંસમાંથી આકર્ષક ગેટ બનાવવામાં આવ્યા છે. આચાર્યએ વધુમાં જણાવ્યુ હતુ કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ શાળાના સ્ટાફનો સહયોગ મળતા તેમણે વૃક્ષારોપણ શરૂ કર્યુ હતુ.

English summary
Surendranagar: Sarodi Primary School got the Best Garden Campus Award on World Environment Day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X